અમદાવાદઃ આગામી સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે અને ગુજરાત વિધાનસભાની આઠ બેઠક ઉપર પણ પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે પાતળી સરસાઇથી 2017ની વિધાનસભાની ચૂંટણી જીતનાર ભાજપ કેવી રીતે આ વિધાનસભાની પેટા ચૂંટણી જીતીને સરસાઈ વધારે તે મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સાથે જ જે બેઠકો પર પેટા ચૂંટણીને લઈને નિરિક્ષકો નીમવામાં આવ્યા છે, તે નિરીક્ષકો પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠક લગભગ અઢી કલાક જેટલી લાંબી ચાલી હતી.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણીઓના સમયે ભાજપના પ્રદેશ અઘ્યક્ષ પણ પણ નવા નિમાયા છે. તો સામે પક્ષે કોંગ્રેસ દ્વારા પણ આગામી પેટા ચૂંટણીને લઈને કાર્યકારી અધ્યક્ષ તરીકે યુવા નેતા હાર્દિક પટેલની પસંદગી કરવામાં આવી છે. એટલે કે ગુજરાતના રાજકારણમાં બંને પક્ષોમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે.