- ગુજરાતમાં આગામી વર્ષના નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે
- ગુજરાતની જનતાએ નક્કી કરી લીધુ છે કે હવે ભાજપને તક આપવી નથી
- ગુજરાતના લોકોએ સરકાર બદલવાનું મન બનાવી લીધું છે
નવીદિલ્હી/અમદાવાદ: કોંગ્રેસના ગુજરાત એકમના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે મુખ્યપ્રધાનના રાજીનામાને લઇને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. પટેલે એક વીડિયોના માધ્યમથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં એ પણ આક્ષેપ કર્યો છે કે, મુખ્યપ્રધાને પોતાની નિષ્ફળતા છૂપાવવા માટે રાજીનામું આપ્યું છે.
ગુજરાતની છ કરોડની જનતાએ સરકાર બદલવાનું મન બનાવી લીધું છે: હાર્દિક પટેલ
હાર્દિક પટેલે કહ્યું કે, ભાજપે માત્ર મુખ્યપ્રધાન બદલ્યા છે, પરંતું ગુજરાતની છ કરોડની જનતાએ સરકાર બદલવાનું મન બનાવી લીધું છે. કોંગ્રેસ નેતાએ દાવો કર્યો છે કે, છેલ્લા કેટલા વર્ષોથી ચાલતી આવેલી ભાજપની ખોટી નીતિના કારણે લોકો દુખી છે. લાખો યુવાનો બેરોજગાર થયા છે. મહિલાઓની સુરક્ષાને લઇને સવાલ ઉભા થયા છે.
બધા જાણે છે કે કોરોના મહામારીના સમયમાં ગુજરામાં શું સ્થિતિ હતી: હાર્દિક પટેલ
ગામ અને ખેડૂતો મૂશ્કેલીમાં છે. એવા સમયમાં જનતા માત્ર મુખ્યપ્રધાન બદલવાનું નહી પરંતું સરકાર બદલવાનું ઇચ્છે છે. હાર્દિક પટેલે આક્ષેપ કર્યો છે કે, બધા જાણે છે કે કોરોના મહામારીના સમયમાં ગુજરાતમાં શું સ્થિતિ હતી. આ સ્થિતિ માટે માત્ર ભાજપની સરકાર જ જવાબદાર હતી.
નેતૃત્વના પરિવર્તન માટે તેમણે રાજીનામું આપ્યું છે: મુખ્યપ્રધાન
મુખ્યપ્રધાને કહ્યું કે, નેતૃત્વના પરિવર્તન માટે તેમણે રાજીનામું આપ્યું છે, જ્યારે સત્ય એ છે કે, તેમણે પોતાની નિષ્ફળતા છૂપાવવા માટે રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતની જનતાએ નક્કી કરી લીધુ છે કે હવે ભાજપને તક આપવી નથી.
કોંગ્રેસ જનતાની અપેક્ષાઓ પ્રમાણે લડશે અને કામ કરશે
કોંગ્રેસ જનતાની અપેક્ષાઓ પ્રમાણે લડશે અને કામ કરશે. ઉલ્લેખનિ છે કે, ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાના લગભગ સવા વર્ષ પહેલા શનિવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ગુજરાતમાં આગામી વર્ષના નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.