અમદાવાદ: આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી(AAP Gujarat Pradesh General Secretary) મનોજ સોરઠીયાની હાજરીમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ(AAP Gujarat Pradesh Vice President) સાગર રબારીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકાર પાણીની ચોરી(BJP government steals water) કરી રહી છે. ખેડૂતોના ભાગનું પાણી ચોરાય છે, ભાજપ સરકારે પાણીચોરને શોધવાની જરૂર છે. ડેમમાં પાણી હોવા છતાંય ખેડૂતોના પાક સુકાઈ જાય છે. આ એક ગંભીર મુદ્દો છે. જેના પર ભાજપ સરકારે ધ્યાન આપવાની જરૂર છે.
આ પણ વાંચો: Narmada Dam: નર્મદા ડેમની સપાટી ઘટતા રીવરબેડ પાવરહાઉસનું વીજ ઉત્પાદન બંધ
વરસાદ ખેંચાયો, વાવણી માટે પાણી નહીં - હાલ વરસાદ ખેંચાયો છે એટલે ખેડૂતો વાવેતર માટે નર્મદાનું પાણી મળે એની રાહ જોઈને ઊંચા જીવે બેઠા છે. બીજી બાજુ, ડેમમાં પાણી ઓછું હોવાનું કહીને ગયા ઉનાળે વાવેતર માટે સરકારે પાણી આપવાનું બંધ(BJP government is stealing water) કરી દીધું હતું. ખરેખર, ખેડૂતોને પાણી આપવાનું બંધ કર્યા પછીથી લઇ, ગઈ કાલ સુધી નર્મદા ડેમમાં પાણીની(Water status in Narmada Dam) સ્થતિ વિષે આંકડા શું કહે છે?
ખેડૂતો માટે પાણી બંધ કર્યા પછી ડેમની સપાટી વધતી જ રહી છે - સાગર રબારીએ પાણીચોરીના મુદ્દે વધુ સ્પષ્ટતા આપતા જણાવ્યું છે કે, ભાજપ સરકાર દ્વારા નાટ્યાત્મક રીતે સિંચાઈ માટે પાણી ના આપતા વેબસાઈટ પર જે આંકડો છેલ્લે બતાવે છે. તેમાં 22 જૂન 2022 સુધી 527 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો બચ્યો છે. નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીની વેબસાઈટના(Website of Narmada Control Authority) આંકડાઓ અનુસાર, ખેડૂતો માટે પાણી બંધ કર્યા પછી ડેમની સપાટી વધતી(Surface of the Dam Rising) જ રહી છે. સહુથી વધારે પાણીની સપાટી તા. 01 મેં, 2022 ના રોજ 120.98 મીટર હતી. ડેમમાં પાણીનો જથ્થો(Amount of water in Narmada Dam) 1,396 મિલિયન ક્યુબિક મીટર એટલે કે 11,31,755 એકર ફૂટ હતો.
પીવાનું પાણી તો સરખું જ મળે - આ પરથી સ્પષ્ટ થાય છે કે પાણીના જથ્થામાં જે ઘટાડો થયો છે તે પીવાના પાણીનો ઘટાડો નથી. ગુજરાતના લોકો માટે, આખા વર્ષ દરમ્યાન પીવા માટે પાણીનો જે જથ્થો યોજનામાં ફાળવવામાં આવ્યો છે, તે છે 0.86 મિલિયન એકર ફૂટ, એટલે કે 8,60,000 એકર ફૂટ. પરંતુ પીવાના પાણીમાં તેજી મંદી આવતી નથી એ તો દરરોજ એક સરખું જ પાણી જોઈએ છે.
આખા વર્ષનું પાણી 73 દિવસમાં વપરાયુ - ડેમમાં સહુથી વધારે જથ્થો તા. 1-5-2022ના રોજ કુલ 11,31,755 એકર ફૂટ હતો. ત્યારથી લઈને 22-2-2020 સુધીના 73 દિવસમાં કુલ 869 મિલિયન ક્યુબિક મીટર એટલે કે 7,04,509 એકર ફૂટ પાણી વપરાઈ ગયું. આખા વર્ષની પીવાના પાણીની જરૂરિયાત 8,60,000 એકર ફૂટ માંથી 7,04,509 એકર ફૂટ પાણી માત્ર 73 દિવસમાં જ વપરાઈ ગયું હતું.
આ પણ વાંચો: નર્મદા ડેમના જળ-વિદ્યુત મથકમાં રોજની સરેરાશ 2.8 કરોડ કિંમતની 1.40 કરોડ યુનિટ વીજળીનું થાય છે ઉત્પાદન
સરકાર પાણીનો હિસાબ આપે - સાગર રબારીએ જણાવ્યું હતું કે, વર્ષના 365 દિવસના કુલ જથ્થાના 81.91 % પાણી માત્ર 73 દિવસમાં વપરાયું! આ શક્ય નથી. એટલે જ કહું છું કે ગુજરાત સરકાર અને સરદાર સરોવર નર્મદા નિગમ મેળાપીપણામાં ખેડૂતોનું પાણી ચોરે છે. જો શાહુકાર હોય તો 73 દિવસમાં 869 મિલિયન ક્યુબિક મીટર, 7,04,509 એકર ફૂટ પાણી કોને આપ્યું તેનો હિસાબ આપે. જો ભાજપ સરકાર અને સરદાર સરોવર નર્મદા નિગમની નિયત સાફ હોય, તેમને કોઈ પણ પ્રકારની પાણીચોરી ન કરી હોય તો ખેડૂતો અને ગુજરાતની દરેક જનતાને નર્મદાના પાણીનો હિસાબ(Account of Narmada water) આપે. જો ભાજપ સરકાર નર્મદાના પાણીનો હિસાબ જાહેર નહિ જ કરે, આંકડા સંતાડશે અને નર્મદાના પાણીનો સંતોષકારક હિસાબ ન આપી શકે તો ગુજરાતના ખેડૂતો ચીસો પાડી પાડીને કહેશે કે "સરકાર પાણી ચોર છે."