અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે આખા રાજ્યમાં ન્યાય યાત્રા (Congress Nyay yatra) યોજી તમામ જિલ્લા કલેક્ટરને 4 લાખની સહાય આપવામાં આવે તે માટે આવેદન પત્ર આપવામા આવ્યુ હતુ. કોંગ્રેસ દ્વારા ગુજરાત સરકાર પર આક્ષેપ (Congress protest) કરતા જણાવ્યું હતું કે, કોરોનાના કપરાકાળમાં હોસ્પિટલ બેડ, દવાઓ, ઇન્જેક્શન,ઓક્સિજન અને વેન્ટિલેટરના અત્યારે 3 લાખથી વધુ લોકોના મૃત્યુ (Death in pandemic ) થયા તેમ છતાં માત્ર 50 હજારનું વળતર આપી શકી છે. અસંવેદનશીલ સરકાર હોવાનું સાબિત કર્યું.
મૃતકોના પરિવાર સાથે અન્યાય
ભાજપ સરકાર મૃતકોના પરિવાર સાથે અન્યાય કરી રહી છે. ભાજપના સરકાર ખોટા તાયફા અને ઉત્સવો ઉજવવાની બદલે ગ્રામસભાનું આયોજન કરી કોવિડ મૃતકોની નોંધણી કરવી હોત તો અને સહાય કરી હોત તો રાજ્યની જનતાને સરકારી કચેરીમાં ધક્કા ખાવા ન પડ્યા હોત. જેના કારણે જનતા અનેક રીતે પરેશાન થઈ છે. જેના પગલે ગુજરાત કોંગ્રેસ જનતાને સાથે રાખી 50 હજારની જગ્યાએ 4 લાખની આર્થિક સહાય આપવામાં આવે તેની કોંગ્રેસ પક્ષની માંગણીઓ લઇ આજે કેલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવશે.
આ પણ વાંચો: Garib Kalyan Melo 2022: કોરોનાના કેસોમાં ઘટાડો થતા આખરે રાજ્યમાં ગરીબો માટો આ આયોજન થશે
સુપ્રિમકોર્ટની ફાટકારથી ભાજપ સરકારે સાચા આંકડા સ્વીકાર્યા
ભાજપ સરકારે કોરોના કાળ (Bjp govt in corona pandemic)માં માત્ર 10 હજારના જ આંકડા બતાવી રહી હતી, જો કે, સુપ્રીમ કોર્ટે સહાય આપવા માટે ફટકાર કરી ત્યારે તેમને જનતાની સામે સાચા આંકડા દર્શાવ્યા. જેમાં 91810 અરજીમાંથી 58840 અરજીઓ મંજુર કરવામાં આવી છે. 11000 જેટલી અરજીઓ પ્રોસેસમાં છે. જ્યારે 15 હજાર અરજીઓ પેન્ડિગ બતાવી રહી છે.
આ પણ વાંચો: રાજ્યમાં ધોરણ 1થી 9 ના વર્ગો શરૂ, પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી
કલેક્ટર પાસે જનતા પ્રશ્નો સાંભળવા સમય નથી
કલેકટર સચિવો સાથે મિટિંગમાં હોવાથી તેમણે આવેદન ન સ્વીકારતા કોંગ્રેસ કાર્યકર્તા અને નેતા દ્વારા તેમની ઓફિસના દરવાજા પર આવેદન પત્ર ચોતડવામાં આવ્યું હતું. કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે કલેકટર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે , કલેક્ટર પાસે જનતા પ્રશ્નો સાંભળવા માટે સમય નથી અને પોતાના સચિવો સાથે મિટિંગ કરી રહ્યા છે. કલેટરનો સમય લઈને આવેદન આપવા આવ્યા હોવા છતાં તે પોતાની મિટિંગમાં ગોઠવાઈ ગયા હતા.