- ભાજપના કાઉન્સિલરે સોશિયલ મીડિયા પર વાટ્યો ભાંગરો
- સરસપુરના કાઉન્સિલર મંજુલા ઠાકોરે વાટ્યો ભાંગરો
- કોરોનાની વેક્સિન ન લેવાના મેસેજ કર્યા ફોરવર્ડ
અમદાવાદ: શહેરના સરસપુર વોર્ડના ભાજપના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર મંજુલા ઠાકોર whatsapp ગ્રુપમાં વેક્સિન લેશો તો બે વર્ષમાં મોત નિશ્ચિત છે એવું લખેલો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જોકે આ અંગે મંજુલાબેન સાથે વાત થતાં તેમણે આ મેસેજ નહીં કર્યો હોવાનું રટણ કર્યુ છે.
આ પણ વાંચો : અમદાવાદ જિલ્લાના દાણીલીમડામાં ઝઘડાનો બદલો લેવા કરાઈ યુવકની હત્યા
કોર્પોરેટરે વ્યસન ન લેવાને અંગે મેસેજ કર્યો
વેક્સિન અંગે જે મેસેજ વાયરલ થયો છે, તેમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે વ્યસન ન લેવાને અંગે મેસેજ કર્યો હતો. જેમાં લખ્યું હતું કે, વ્યક્તિને કોઈના લેશું કોરોનાની રસી લીધા પછી મોત નિશ્ચિત છે. કોરોના સૌથી મોટું ષડયંત્ર છે. આ પ્રકારના મેસેજ તેમના દ્વારા સોશિયલ મીડિયામાં ફરતો કરાયો છે. તંત્ર દ્વારા બે દિવસ પહેલા જ કોર્પોરેશનની હેલ્થ કમિટીના સભ્ય તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે. જો હેલ્થ કમિટીના સભ્યો આ પ્રકારનું નિવેદન કરશે કે આ પ્રકારની જ પોસ્ટ કરશે તો લોકોને વેક્સિન પર વિશ્વાસ કઈ રીતે કરી શકશે તે પ્રકારના સવાલો ઉભા થઇ રહ્યા છે.