ETV Bharat / city

BJP Bike Rally In Gujarat: ભાજપ યુવા મોરચાની બાઇક રેલીથી ગુજરાતની અડધો અડધ વિધાનસભા સીટો સાધશે - ગુજરાતમાં ભાજપની રેલીમાં બાઇક

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભાજપની રેલી ગુજરાતના ગામડાઓમાં ફરશે. 350થી વધુ બાઇક સાથે આ રેલી (BJP Bike Rally In Gujarat) ગુજરાતના 90 વિધાનસભા ક્ષેત્રમાં 3 હજાર કિલોમીટર ફરશે. આ રેલી અંતર્ગત ગુજરાતમાં દેશ માટે શહીદ થનારા 1000 શહીદવીરોના ઘરેથી માટી એકત્રિત કરવામાં આવશે.

ભાજપ યુવા મોરચાની બાઇક રેલીથી ગુજરાતની અડધો અડધ વિધાનસભા સીટો સાધશે

author img

By

Published : Apr 6, 2022, 4:29 PM IST

Updated : Apr 6, 2022, 9:06 PM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ (azadi ka amrut mahotsav) અંતર્ગત નિકોલ ખાતેથી બાઇક રેલી (BJP Bike Rally In Gujarat)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઈક રેલી ગુજરાતના ગામડે-ગામડે ફરશે.

આ રેલી 6 એપ્રિલથી 25 એપ્રિલ એમ 20 દિવસ ચાલશે.

કોણ કોણ ઉપસ્થિત રહ્યું- આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન (Minister of Social Justice and Empowerment) પ્રદીપ પરમાર, ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચા પ્રમુખ તેજસ્વી સૂર્યા, ગુજરાત યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ, ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા સહિત યુવા મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: BJP Maha Sammelan 2022: અમદાવાદ રિવરફ્રન્ટ પર ભાજપનું મહાસંમેલન, 1 લાખ કાર્યકર્તા સાથે કર્યું શક્તિ પ્રદર્શન

આ રેલીની વિશેષતા- આ રેલી 350થી વધુ બાઇક (Bikes In BJP Rally In Gujarat) અને ભાજપના ટેબ્લો સાથે ગુજરાતના 33 જિલ્લાઓમાં ફરશે. ગુજરાતની 182 વિધાનસભા બેઠકો (Gujarat Assembly seats)માંથી 90 વિધાનસભા ક્ષેત્રમાં 3 હજાર કિલોમીટર આ રેલી ફરશે. આ રેલી 6 એપ્રિલથી 25 એપ્રિલ એમ 20 દિવસ ચાલશે. આ રેલીના પરિક્રમણ દરમિયાન 150 જેટલી સભાઓ કરવામાં આવશે અને 450 જેટલી જગ્યાએ તેનું સ્વાગત થશે.

આ પણ વાંચો: Gujarat Assembly Elections 2022 : આઝાદીના નામે રાજકીય પક્ષોની ચૂંટણીપ્રચાર યાત્રાની રણનીતિ જાણો

શહીદોનું સન્માન- અમદાવાદથી શરૂ થયેલી આ રેલી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત થઈને દક્ષિણ ગુજરાતના સુરતમાં પૂર્ણ થશે. ભાજપના સ્થાપના દિવસે (bjp founding day) આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શરૂ થયેલી આ રેલી અંતર્ગત ગુજરાતમાં દેશ માટે શહીદ થનારા 1000 શહીદવીરોના ઘરેથી માટી એકત્રિત કરવામાં આવશે.

Last Updated : Apr 6, 2022, 9:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.