ETV Bharat / city

રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ અંતર્ગત ધંધુકામાં બાઈક રેલી યોજાઇ - Planning of Dharmasabha

ધંધુકા માર્કેટયાર્ડ ખાતે સૌપ્રથમ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત પ્રાંતના સંગઠન પ્રધામ રાજેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.

રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ અંતર્ગત ધંધુકામાં બાઈક રેલી યોજાઇ

author img

By

Published : Feb 7, 2021, 10:27 PM IST

  • ધંધુકા માર્કેટયાર્ડ ખાતે સૌપ્રથમ ધર્મસભાનું આયોજન
  • 1992માં અયોધ્યા ખાતે કાર સેવક તરીકે જોડાયેલા કારસેવકોને પાઘડી પહેરાવી કરાયું સન્માન
  • રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ અંતર્ગત સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી સ્વામીના હસ્તે એક કરોડ રૂપિયાનો ચેક અર્પણ
  • બાઈક રેલી યોજી લોક જાગૃતિ કેળવી વધુ ને વધુ નિધિ પ્રાપ્ત થાય તેવો ઉદ્દેશ
  • સમગ્ર ધંધુકા નગરમાં સંતોની ઉપસ્થિતિ વચ્ચે બાઇક રેલી યોજાઇ

અમદાવાદઃ ધંધુકા માર્કેટયાર્ડ ખાતે સૌપ્રથમ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત પ્રાંતના સંગઠન પ્રધામ રાજેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મહામંડલેશ્વર નિર્મલ દાસજી બાપુ, રામ મોહન દાસજી બાપુ, બાલા હનુમાનજી મંદિર, મહેન્દ્રભાઈ પ્રજાપતિ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જિલ્લા પ્રધાન ઉપસ્થિત રહ્યા હતા.

રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ અંતર્ગત ધંધુકામાં બાઈક રેલી યોજાઇ

અયોધ્યા રામ મંદિર નિર્માણ નિધિ અંતર્ગત કુલ એક કરોડ રૂપિયાનો ચેક અર્પણ કરાયો

અયોધ્યા રામ મંદિર નિર્માણ નિધિ અંતર્ગત સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરના કોઠારી સ્વામી વિવેક સાગર સ્વામીજીના હસ્તે વડતાલ ટેમ્પલ ટ્રસ્ટના કુલ 6 મંદિર દ્વારા એક કરોડ રૂપિયાનો ચેક રામ મંદિર નિર્માણ નિધિ અંતર્ગત તમામ સાધુ સંતોની ઉપસ્થિતિ વચ્ચે અર્પણ કરાયો હતો. વડતાલ મંદિર બોર્ડ લક્ષ્મીનારાયણ મંદિર દ્વારા 55 લાખ, ગોપી મંદિર ગઢડા દ્વારા 15 લાખ, રાધારમણ દેવ મંદિર જૂનાગઢ દ્વારા 15 લાખ, સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર દ્વારા પાંચ લાખ, રાજકોટ સ્વામિનારાયણ મંદિર દ્વારા પાંચ લાખ અન્ય પાંચ લાખ મળી કુલ એક કરોડ રૂપિયાનો ચેક રામ મંદિર નિર્માણ માટે અર્પણ કરાયો હતો.

રામ જન્મભૂમિ મંદિરના ઇતિહાસની ગાથા વર્ણવાઇ હતી

અત્રે યોજાયેલી ધર્મ સભામાં રામ મંદિર નિર્માણ નિધિ અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત પ્રાંતના સંગઠન પ્રધાન રાજેશ પટેલ દ્વારા રામ જન્મભૂમિ મંદિરના ઇતિહાસ અને સંઘર્ષની ગાથા વર્ણવી હતી. તો વળી સમર્પણ નીતિ અંતર્ગત તમામ કાર્યકર્તાઓ દ્વારા ગામડે ગામડે લોક સંપર્ક કરી વધુને વધુ નીતિ એકત્રિત થાય તેવા પ્રયત્નો કરવા આહવાન કરવામાં આવ્યુ હતું.

ધંધુકા નગરમાં બાઇક રેલી યોજાઇ

આમ ધંધુકા ખાતે આજે રામ મંદિર નિર્માણ સમર્પણ નિધિ અંતર્ગત યોજાયેલી બાઇક રેલી સમગ્ર ધંધુકા નગરમાં યોજવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં સારો પ્રતિસાદ મળ્યો હતો. બાઈક રેલીમાં સ્વયંસેવકો તથા અન્ય રામ ભક્તો શિસ્તબદ્ધ રીતે જોડાયા હતા. આ રેલીમાં સૌથી આગળ ખુલ્લી જીપમાં સંતોને સ્થાન આપવામાં આવ્યું હતું તેની પાછળ બાઈક સવારો રેલીમાં જોડાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.