ETV Bharat / city

ધોરણ 6 થી 8ના ઓફલાઈન વર્ગો અંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું મોટું નિવેદન - ધોરણ 6 થી 8ના ઓફલાઈન વર્ગો

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના( PradhanMantri Garib Kalyan Ann Yojana ) ના કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા ( Education Minister Bhupendrasinh Chudasama ) દ્વારા ઓફલાઈન વર્ગોને લઈને મોટું નિવેદન આવેદન આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની કોર કમિટીની બેઠકમાં ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવા મામલે નિર્ણય લેવામાં આવી શકે છે.

ઓફલાઈન વર્ગો અંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું મોટું નિવેદન

author img

By

Published : Aug 3, 2021, 8:51 PM IST

  • અન્ન વિતરણ કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહનું મોટું નિવેદન
  • ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવા મામલે આપ્યું નિવેદન
  • 9 ઓગસ્ટ બાદ રાજ્ય સરકારની કોર કમિટીની બેઠકમાં લેવાઈ શકે નિર્ણય

અમદાવાદ : પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ( PradhanMantri Garib Kalyan Ann Yojana ) અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા( Education Minister Bhupendrasinh Chudasama )એ હાજરી આપી હતી. આ દરમિયાન શિક્ષણ પ્રધાને મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, તબક્કાવાર ધોરણ 6થી 8ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા અંગે નિર્ણય લઇશું. 9 ઓગસ્ટ બાદ રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળશે, જેમાં ચર્ચા વિચારણા કરીને ધોરણ 6થી 8ના ઓફલાઇન વર્ગો શરૂ કરવા અગે નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો: PM Modiએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના ગુજરાતના લાભાર્થીઓ સાથે સંવાદ કરી તેમનો અનુભવ જાણ્યો

મીટીંગમાં મહત્વનો નિર્ણય લેવાશે

શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 9 ઓગસ્ટ પછી શાળા ખોલવા મુદ્દે મીટીંગમાં મહત્વનો નિર્ણય લેવામાં આવશે. આ સાથે કહ્યું છે કે, આગામી સમયમાં યોજાનારી કોર કમિટીની બેઠકમાં ધોરણ 6થી ધોરણ 8 શાળાઓ ખોલવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ તેમની જાહેરાત કરવામાં આવશે.

આ પણ વાંચો: ગરીબ કલ્યાણ અન્ન યોજના કાર્યક્રમ યોજાયો, વડાપ્રધાન મોદીએ કહ્યું- "રાજકોટનું ઋણ ક્યારેય નહીં ભુલાય"

50 ટકા કરતા પણ ઓછા વિદ્યાર્થીઓના સંમતિપત્રકો આવ્યા

સમગ્ર રાજ્યમાં ધોરણ 9થી 11માં ઓફલાઈન શિક્ષણ શરુ થયું છે. રાજ્ય સરકારે તો ઓફલાઈન શિક્ષણની મંજૂરી આપી દીધી છે, જોકે વાલીઓ અને કેટલાક સ્કૂલ સંચાલકોમાં હજુ પણ ઓફલાઈન શિક્ષણ અંગે ચિંતિત જોવા મળી રહ્યા છે. રાજ્યની મોટા પ્રમાણની સ્કુલોમાં હજુ સુધી 50 ટકા પણ વિદ્યાર્થીઓના સંમતિપત્રકો આવ્યા નથી. સરકારે શાળાઓ ખોલવાની તો મંજુરી આપી દીધી છે, પરંતુ શાળાઓને વિદ્યાર્થીઓના વાલીઓની સંમતિ ફરજીયાત છે, ત્યારે હજુ સુધી 50 ટકા વિદ્યાર્થીઓની હજુ પણ સંમતિ મળી નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.