ETV Bharat / city

પ્રથમ નોરતે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાને સોનેરી શણગાર કરાયો

author img

By

Published : Oct 17, 2020, 8:21 PM IST

ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિના અરીસા સમાન નવરાત્રિ પર્વનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે અમદાવાદના પ્રખ્યાત નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરમાં નવરાત્રિના પ્રથમ દિવસે સોનેરી શણગાર તથા વિશિષ્ટ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રથમ નવરાત્રીએ અમદાવાદના નગરદેવી ભદ્રકાળીનો સોનેરી શણગાર

  • ભદ્રકાળી માતાના મંદિરે સોનેરી શણગાર
  • વિશિષ્ટ આરતીનું આયોજન
  • સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત

અમદાવાદ: પવિત્ર નવરાત્રિ પર્વના પ્રારંભે આજે પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા થશે. મા પાર્વતી હિમાલયની પુત્રી હતા, તેથી શૈલપુત્રી કહેવાયા. મા જગદંબાએ નવ દિવસ સુધી મહિષાસુર સામે યુદ્ધ કરીને તેનો નવમા દિવસે નાશ કર્યો. આ ઉપરાંત તેમણે રક્તબીજ, ચંડ-મુંડ જેવા રાક્ષસોથી પણ જીવોની રક્ષા કરી. આમ જગત જનની મા સૃષ્ટિના ઉદ્ધારક તરીકે ઓળખાયા ત્યારે આજે પ્રથમ નવરાત્રિએ દરેક વ્યક્તિ પોતાના ઘરે માતાજીનું સ્થાપન કરશે, તો કુળદેવીનું પૂજન કરવા પોતાના વતન પણ જશે.

સોનાથી સજ્યા ભદ્રકાળી દેવી

અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે આજે નવરાત્રીના પ્રથમ દિવસે સોનેરી શણગાર કરવામાં આવ્યો હતો. ઉપરાંત તેમની વિશિષ્ટ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ માતાજીના દર્શન કરવા ભાવિક ભક્તોની કતાર લાગી હતી. કોરોના વાઇરસને કારણે ભક્તો માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત હતું. આ ઉપરાંત મંદિરને પણ વારંવાર સેનેટાઈઝ કરવામાં આવતું હતું.

સુપ્રીમ કોર્ટના જજ એમ.આર.શાહ પણ કર્યા દર્શન

પ્રથમ દિવસે સુપ્રીમ કોર્ટના જજ એમ.આર.શાહ પણ માતાજીના દર્શનાર્થે પહોંચ્યા હતા. દર વર્ષે મંદિરના પ્રાંગણમાં ચાચર ચોકમાં ગરબા થતાં હોય છે. પરંતુ આ વખતે સરકારી મનાઈ હોવાથી ફક્ત હોમ અને યજ્ઞનું આયોજન કરાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લીધી છે મુલાકાત

ભદ્રકાળી મંદિરનો ઇતિહાસ મધ્યયુગીન છે. પાટણના રાજા કર્ણદેવે જ્યારે અમદાવાદના આશા ભીલને હરાવ્યો. ત્યારે પોતાની કુળદેવીની સ્થાપના તેમણે અહીં ભદ્ર ખાતે કરી. અહેમદશાહે પંદરમી સદીમાં જ્યારે અમદાવાદ શહેર વસાવ્યું, ત્યારે પોતાનો કિલ્લો તેણે આ મંદિરની પાસે બનાવ્યો. પરંતુ મંદિરને અક્ષણ રાખ્યું. તેવી જ રીતે મરાઠા સરદારોએ ગુજરાતમાં શાસન વખતે મા ભદ્રકાળીની ઉપાસના ન કરી.

આજે પણ અમદાવાદના સ્થાપના દિવસે ભદ્રકાળીનો આશીર્વાદ લેવાનું લોકો ચૂકતા નથી. આ ઉપરાંત દિવાળી, નવું વર્ષ એવા શુભ પ્રસંગોએ પણ નાગરિકો આવીને નગરદેવીના આશીર્વાદ મેળવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જ્યારે મુખ્યમંત્રી હતા, ત્યારે નવરાત્રીએ અચૂક આ મંદરે દર્શનાર્થે આવતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.