ETV Bharat / city

Beware of Omicron: ઓમિક્રોનના કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 1,200 બેડ રિઝર્વ - ભારતમાં ઓમિક્રોન લેટેસ્ટ ન્યૂઝ

વિશ્વમાં કોરોનાના નવા વેરિયન્ટ એમિક્રોને (Corona New Variant Omicron) કહેર મચાવ્યો છે. ત્યારે હવે ભારતમાં પણ ઓમિક્રોનના કેસ નોંધાઈ રહ્યા છે, જેના કારણે સરકાર અને હોસ્પિટલ તંત્ર એલર્ટ (Ahmedabad Civil System Alert ) થઈ ગયું છે. તેવામાં અમદાવાદમાં પણ સિવિલ હોસ્પિટલ તંત્રએ સાવધાનીરૂપે કોવિડ હોસ્પિટલમાં (Ahmedabad Civil Covid Hospital) 1,200 બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે.

Beware of Omicron: ઓમિક્રોનના કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 1,200 બેડ રિઝર્વ

author img

By

Published : Dec 4, 2021, 3:20 PM IST

  • એમિક્રોનના કારણે અમદાવાદ સિવિલ તંત્ર એલર્ટ
  • કોવિડ હોસ્પિટલમાં 1,200 બેડ રિઝર્વ રખાયા
  • 350 વેન્ટિલેટર બેડ , 850 ઓક્સિજન બેડ ઉપલબ્ધ
  • જરૂર પડે તો સિવિલ મેડીસિટીમાં 3,000 બેડની ક્ષમતા કરાશે
  • પહેલી અને બીજી લહેરમાં જે સમસ્યા થઈ તે નહીં થાય

અમદાવાદઃ કોરોનાના નવા વેરિટન્ટ ઓમિક્રોને (Corona New Variant Omicron) કહેર મચાવ્યો છે. ત્યારે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલનું તંત્ર એલર્ટ થઈ ગયું છે. અહીં કોવિડ હોસ્પિટલમાં 1,200 બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, ઓમિક્રોન વેરિયન્ટ (Corona New Variant Omicron) ભારતમાં પણ આવી ગયો છે. એટલે સમગ્ર દેશનું આરોગ્ય તંત્ર અને સરકાર એલર્ટ થઈ ગઈ છે.

કોવિડ હોસ્પિટલમાં 1,200 બેડ રિઝર્વ રખાયા

આ પણ વાંચો- Omicron Variant Cases : રાજકોટમાં ઓમિક્રોનના બે શંકાસ્પદ કેસ હોવાની વાત સામે કલેક્ટરનો ઈન્કાર

હોસ્પિટલમાં આ વ્યવસ્થા કરાઈ

આ વખતે હોસ્પિટલમાં 350 વેન્ટિલેટર બેડ, 850 ઓક્સિજન બેડ ઉપલબ્ધ છે. આ સાથે જ 20,000 લિટરની 2 ઓક્સિજન ટેન્ક પણ રાખવામાં આવશે. કોરોનાની બીજી લહેરમાં જે તકલીફ પડી હતી. તે આ વખતે નહીં પડે. આ સાથે જ ક્લાસ 1થી ક્લાસ 4 તમામ સ્ટાફને ટ્રેનિંગ સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો- Third wave of Corona: 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને શિકાર બનાવી રહ્યું છે ઓમિક્રોન

કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું હજી પણ જરૂરી

આ ઉપરાંત હોસ્પિટલમાં દવાનો પણ પૂરતો જથ્થો સલામત રાખવામાં આવ્યો હતો. તો સિવિલ હોસ્પિટલના સુપરિન્ટન્ડન્ડ ડો. રાકેશ જોશીએ કહ્યું હતું કે, કોરોના હજી સુધી ગયો નથી. એટલે લોકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે તે પણ જરૂરી છે. તો સિવિલ હોસ્પિટલમાં એક શંકાસ્પદ કેસ જોવા મળતા તેનો ટેસ્ટ કરાવ્યો હતો. જોકે, દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતા તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.