અમદાવાદ: આ વખતે પ્રથમવાર રથયાત્રા સાદાઈથી યોજાવાની છે તેમાં ભક્તો ભાગ લેશે નહીં અને ફક્ત ૨૦૦ લોકોને જ આમંત્રણ આપવામાં આવશે. રથયાત્રાનો નિયત સમય પણ ઓછો કરવામાં આવ્યો છે જેના પગલે આ વર્ષે પહેલીવાર મામેરાંના યજમાન કોઈ વ્યક્તિ નહીં પરંતુ આખું સરસપુર ગામ બન્યું હતું. ગામના લોકો ભેગાં થઈ આ વર્ષે ભગવાનનું મામેરું કર્યું છે.
જો કે, મહામારી કોરોનાને કારણે ભક્તોને દર્શન કરવા મળ્યાં નથી. માત્ર ભગવાનનું મામેરું કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ વખતની રથયાત્રા કેવી રીતે યોજવી તે અંગેના આયોજન અંગે સરકાર વિચારણા કરી રહી છે, જે અંગે થોડા સમયમાં જ નિર્ણય લેવામાં આવશે.