અમદાવાદઃ વકીલોને કોઈ બીમારી, માંદગી કે મૃત્યુના સમયે ત્રણ લાખ રૂપિયા સુધીની સહાય કરવાની જોગવાઈ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા શરૂ કરવામાં આવેલા વેલફેર ફંડમાંથી ચૂકવવાની જાહેરાત કરાઇ હતી.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે, કોરોના સમયગાળા દરમિયાન વકીલોની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી એક વર્ષનું રિન્યુઅલ ફી ન ભરી હોય તેવા વકીલોને સ્કિમ માટે બાકાત રાખી શકાય નહીં. બીજી તરફ દર વર્ષે વકીલોને મળતી રિન્યુઅલ ફીમાંથી ચાલે છે અને તેમાંથી સહાય ચૂકવવામાં આવે છે.