ETV Bharat / city

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે અમદાવાદમાં ફેબ્રુઆરી મહિનામાં રમાશે વનડે મેચ, BCCIએ કરી જાહેરાત

ગુજરાતમાં (Corona In Gujarat) વધતા જતા કોરોનાના કેસો વચ્ચે ફરી એક વખત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ (Cricket match will played Narendra Modi Stadium) રમાશે.જેમાં BCCIએ શ્રેણીની તમામ 6 મેચો માત્ર અમદાવાદ અને કોલકાતામાં (matches will played in Ahmedabad and Kolkata) જ રમાશે તેવું જાહેર કર્યું છે.

author img

By

Published : Jan 23, 2022, 9:45 AM IST

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે અમદાવાદમાં ફેબ્રુઆરી મહિનામાં રમાશે વનડે મેચ, BCCIએ કરી જાહેરાત
કોરોનાના વધતા જતા કેસો વચ્ચે અમદાવાદમાં ફેબ્રુઆરી મહિનામાં રમાશે વનડે મેચ, BCCIએ કરી જાહેરાત

અમદાવાદ: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ફેબ્રુઆરી મહિને રમાનારી વનડે અને ટી20 સિરીઝના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યા છે. BCCIએ શ્રેણીની તમામ 6 મેચો માત્ર અમદાવાદ અને કોલકાતામાં (matches will played in Ahmedabad and Kolkata) જ રમાશે તેવું જાહેર કર્યું છે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝના મેચનું શેડ્યૂલ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝના મેચનું શેડ્યૂલ

ભારતીય ક્રિકેટ બોર્ડે શનિવારે એક પત્ર બહાર પડ્યો

ભારતીય ક્રિકેટ બોર્ડે (Board of Indian Cricket) શનિવારે એક પત્ર બહાર પડ્યો હતો. જેમાં દેશની બાયો-સિક્યોરિટીને મજબૂત રાખવા માટે થઈ શ્રેણીની મેચોનું સ્થળ 6થી ઘટાડીને માત્ર 2 કરવામાં આવ્યું છે. તો બીજી તરફ હાલમાં દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે અને લગભગ દરરોજ ત્રણ લાખથી વધુ કોરોનાના કેસ આવી રહ્યા છે. જેમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસનો સમાવેશ થાય છે.

BCCI બોર્ડે શું કર્યો ફેરફાર

12 ફેબ્રુઆરીએ રમાતી ODI મેચ હવે 11 ફેબ્રુઆરીએ રમાશે. IPL 2022 સીઝન માટે ખેલાડીઓની હરાજી 12 અને 13 ફેબ્રુઆરીએ થવાની છે. ODI સિરીઝની મેચ અમદાવાદમાં 6, 9 અને 11 ફેબ્રુઆરીએ રમાશે. જ્યારે ત્યારબાદ બંને ટીમો કોલકાતા માટે રવાના થશે. જ્યાં 16, 18 અને 20 ફેબ્રુઆરીએ T20 શ્રેણીની ત્રણેય મેચો રમાશે.

હાલ ટિમ ઇન્ડિયાની જાહેરાત કરવાની બાકી

ભારતીય ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકામાં છે. જ્યાં બંને ટીમો વચ્ચે વનડે શ્રેણી રમાઈ રહી છે. ભારતીય ટીમ સિરીઝની બંને મેચ હારી ચૂકી છે અને હવે છેલ્લી મેચ રવિવારે રમાશે. આ શ્રેણી બાદ ભારતીય ટીમની સીધી ટક્કર વેસ્ટ ઈન્ડિઝ સાથે થશે. આ સિરીઝ માટે હાલમાં ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી નથી.

બન્ને ટિમો ક્યારે આવશે ભારત

બન્ને ટીમો જાન્યુઆરીના અંતમાં ભારત પહોંચશે. ઉપરાંત પ્રવાસની શરૂઆત 6 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વનડે મેચોની શ્રેણી સાથે થવાની છે. આ પછી કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં 16 ફેબ્રુઆરીથી ત્રણ મેચની ટી-20 શ્રેણી રમાશે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.