ETV Bharat / city

8760 વકીલોને બાર કાઉન્સિલની સહાય, બુધવારથી 5,000 રુ. ખાતામાં જમા કરશે

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું સભ્યપદ ધરાવતાં 45 વર્ષથી ઓછી વયના અને 15 વર્ષથી વધુ વકીલાતનો અનુભવ ધરાવતા 8760 વકીલોના ખાતામાં RTGS થકી આવતીકાલથી પૈસા જમા કરવામાં આવશે. લૉક ડાઉનની પરિસ્થિતિ વચ્ચે વકીલોને BCG (બાર. કાઉન્સિલ ઓફ ગુજરાત) તરફથી 5 હજાર રૂપિયાની સહાય કરાશે.

8760 વકીલોને બાર કાઉન્સિલની સહાય, કાલથી 5,000 રુ. ખાતામાં જમા કરશે

author img

By

Published : Apr 28, 2020, 6:41 PM IST

અમદાવાદ: બાર કાઉન્સિલ દ્વારા કરવામાં આવતી સહાયનો લાભ લેવા માટે 13 હજારથી વધુ વકીલો દ્વારા અરજી કરવામાં આવી હતી. જોકે બાર. કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા અરજીઓની ઝીણવટભરી તપાસ બાદ 8760 વકીલોના ખાતામાં RTGS થકી 5000 રૂપિયા જમા કરાવશે. નોંધનીય છે કે જ્યારે બાર. કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા અરજીઓની તપાસ કરવામાં આવી ત્યારે માલૂમ થયું કે 401 જેટલા વકીલો કે જે કાર ધરાવે છે તેમણે પણ સહાય મેળવવા અરજી કરી છે. બાર. કાઉન્સિલએ તમામ 401 અરજીને ફગાવી દીધી હતી .

BCG દ્વારા અગાઉ યોજવામાં આવેલી બેઠકમાં મહત્વપૂર્ણ નિણર્ય લેવામાં આવ્યો હતો જેમાં 15 વર્ષથી વધુ વકીલાતનો અનુભવ ધરાવતા વકીલોને BCG તરફથી 5 હજાર રૂપિયાની સહાય મેળવવા માટે 30મી એપ્રિલ 2020 પહેલા ઓન-લાઈન એપ્લાય કરવાની જાહેરાત કરાઈ હતી.

જે વકીલ સરકારી અર્ધસરકારી કે કોઈ પણ સંસ્થાની પેનલમાં વકીલ, નોટરી કે નિવૃત્તિ બાદ વકીલાતમાં આવેલ હોય કે તેની પત્ની કે પતિ નોકરી કરી કાયમી આવક મેળવતા હોય કે પોતાના અથવા પોતાના પતિ કે પત્નીના નામે ૪ વ્હીલનું વાહન ધરાવતા હોય તેવા વકીલોને સહાયતા મળવા પાત્ર રહેશે નહી. અને જો કોઈ વકીલ ખોટી માહિતી આપીને સહાયતા મેળવશે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવી તાકીદ પણ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.