અમદાવાદઃ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના ઈન્ટરનેશનલ કન્વીનર ઈશ્વરચરણ સ્વામીએ ઈટીવી ભારત સાથેની વાતચીતમાં અપીલ કરી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપણને સારી રીતે વિગતે કોરોના વાઇરસની શું પરિસ્થિતિ છે, આખા દેશ અને દુનિયાના અનુભવ છે, તેના આધારે તેમણે સરસ રીતે સમજાવ્યું છે. તેેઓએ પ્રાર્થના કરી છે કે, 21 દિવસ સુધી કોઈએ બહાર નીકળવાનુ નથી. ઘરમાં રહેવાનું છે અને એ આપણા પોતાના, પરિવાર અને સમાજના હિતમાં છે.
તેમણે કહ્યું કે, આ વાયરસની અસર લોકો ભેગા થાય છે, ત્યારે થાય છે. કોઈ સ્પર્શ કરે, કોઈ છીંક ખાય, કોઈ ઉઘરસ ખાય, હાથ મિલાવવાથી પણ આ વાઇરસનો ચેપ લાગે છે. તે માટે પીએમ નરેન્દ્ર મોદીએ આપણને જેમ કહ્યું છે કે, ઘરના ઉંબરે લક્ષ્મણ રેખા દોરીએ તે જ રીતે લક્ષ્મણ રેખા ઓળંગવાની નથી અને બહાર નીકળવાનું નથી.
આ તકે ઈશ્વરચરણ સ્વામીએ જણાવ્યું હતું કે, ઘરમાં રહીને ભગવાનને પ્રાર્થના કરીએ કે સૌનું ભલું થાય, ધાર્મિક વાંચન કરીએ, સારુ મનન ચિંતન કરીએ. આ રીતે આપણે આપણો સમય પસાર કરીએ. કોઈએ ઘરની બહાર નીકળવાનું નથી. પોળ કે સોસાયટીના નાકે ભેગા થવાનું બંધ કરવાનું છે. આ વાઇરસની કોઈ દવા નથી. તે માટે કોરોના વાઇરસ ફેલાય નહી તે માટે સાવધાની જ રાખવાની છે. આ ચેપી રોગને મ્હાત કરવાનો છે. આ વાતને અંતરમાં પાકી સમજી લેવાની છે.
પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી તેમનો જ આદેશ છે કે, આપણા હિતમાં અને સમાજના હિતમાં આ આજ્ઞાનું પાલન કરવાનું છે. આપણે જરાઇ છૂટછાટ લેવાની જરૂર નથી. કોરોનાએ ચેપી રોગ છે અને ભયંકર રોગ છે. તેની કોઈ દવા નથી. આ માટે આપ સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ. આ ચમત્કારિક દવા છે, તેમ સમજીને દૂર રહીએ. ઘરમાં જ રહો, સુરક્ષિત રહો. ભગવાનું ભજન કરીએ, સુંદર તક મળી છે, તેને જવા ન દઈએ. સ્વામીનારાયણ ભગવાનની જ આજ્ઞા છે. તેમ સમજીને ઘરે રહીએ. સ્વામીનારાયણ ભગવાન રાજી થશે.