ETV Bharat / city

બેન્ક એકાઉન્ટ ખોલાવી બેન્કો સાથે કરોડોની ઠગાઈ કરનાર ટોળકી ઝબ્બે - Cheating case in Ahmedabad

સરકારી યોજનાના ત્રણ હજાર રૂપિયા આપવાના બહાને બેન્ક એકાઉન્ટ Bank fraud case ખોલાવી બેંકો સાથે જ કરોડોની ઠગાઈ કરનારી ટોળકી ઝડપાઈ છે. આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ત્રણ ડોકટર સહિત સાત આરોપીઓની Cheating case in Ahmedabad ધરપકડ કરાઈ છે. ક્રેડિટ કાર્ડના કરોડોની છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલાયો છે ત્યારે કોણ છે આ ટોળકી જોઈએ આ અહેવાલમાં.

બેન્ક એકાઉન્ટ ખોલાવી બેંકો સાથે કરોડોની ઠગાઈ કરનાર ટોળકી ઝડપાઇ

author img

By

Published : Aug 13, 2022, 9:30 AM IST

અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખાની ગીરફતમાં રહેલા સાત આરોપીઓમાં Bank fraud case ત્રણ ડોક્ટર્સ અને બેન્કિંગ ક્ષેત્રે કામ કરી ચૂકેલા લોકો છે. જેમાં નિખિલ પટેલ, ગૌરવ પટેલ, જયેશ મકવાણા, પ્રતીક પરમાર, જીગર પંચાલ, ચીમન ડાભી અને પાર્થ પટેલની ધરપકડ કરાઈ છે. આરોપીઓની કરોડો રૂપિયાની છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી પોલીસે સંખ્યા બંધ ક્રેડિટ કાર્ડ, POS મશીન, લેપટોપ, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓએ એક સાથે મળીને ખાનગી બેંક સાથે રૂપિયા એક કરોડ તેેર લાખથી વધુની છેતરપીંડી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

બેન્ક એકાઉન્ટ ખોલાવી બેંકો સાથે કરોડોની ઠગાઈ કરનાર ટોળકી ઝડપાઇ

આ પણ વાંચો ભેજાબાજોએ વેપારીને નકલી સોનું પધરાવી ઠગાઈ કરી, જૂઓ કેવી રીતે આચરી ઠગાઈ

આંકડો વધવાની શક્યતા મળતી માહિતી મુજબ ઝડપાયેલા સાત આરોપીઓની પૂછપરછ કરતા તેમની અનોખી મોડ્સ ઓપરેન્ડી સામે આવી હતી. જેમાં બેંક સાથે ઠગાઈ કરવા આરોપીઓએ બનાવટી કંપની, બનાવટી કર્મચારી ઉભા કરી કર્મચારીનું બેન્ક એકાઉન્ટ ખોલાવી પગાર જમા કરાવી Crime rate in Gujarat તે બેન્ક એકાઉન્ટ પરથી ક્રેડિટ કાર્ડ મેળવી અન્ય ત્રણ બનાવટી કંપનીઓ કાગળ ઉપર શરૂ કરી બાદમાં POS મશીન મેળવ્યા હતા. તેમજ આ ક્રેડિટ કાર્ડ સ્વેપિંગ મશીનના માધ્યમથી રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરી બેન્ક સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરી હતી. આર્થિક ગુના નિવારણ શાખાની તપાસમાં બેંક સાથે થયેલી ચેટિંગ કેસમાં કરોડો રૂપિયાનો આંકડો વધી શકે તેવી શક્યતા છે.

આ પણ વાંચો IPLની ફાઇનલ મેચની ટિકીટ આપવાના બહાને લાખોની ઠગાઈ, જાણો કેવી રીતે થઇ

આખી ટોળકી જેમાં બેંક સાથે કરેલી કરોડો રૂપિયા ચિટિંગ કેસમાં મુખ્ય આરોપી નિખિલ પટેલ છે. જે અગાઉ બેંકમાં નોકરી કરી ચુક્યો છે. જેથી બેંક સાથે ચીટીંગ કરવા આખી ટોળકી ઉભી કરી હોવાનું સામે આવ્યું છે. જોકે બેંકોના કર્મચારીઓ પણ આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાની શક્યતાઓ Cheating case in Ahmedabad હોવાનું પોલીસને લાગી રહ્યું છે. જે દિશામાં આર્થિક ગુના નિવારણ શાખાએ તપાસ તેજ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.