- ગુજરાતમાં આજે ગુરુવારે અને શુક્રવારે સરકારી બેંકો બંધ રહેશે
- ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર ફેડરેશન દ્વારા રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓની હડતાલ
- અમદાવાદના જે.પી. ચોક ખાનપુરથી વલ્લભ સદન સુધી રેલીનું આયોજન કરાયું
અમદાવાદ: દેશભરમાં જાહેર ક્ષેત્રની વિવિધ બેંકોમાં કામ કરતા કર્મચારીઓ આજે ગુરુવારે અને શુક્રવારે બે દિવસીય દેશવ્યાપી હડતાલ (Country-wide strike)પર રહેશે. યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયનના (United Forum of Bank Unions) નેજા હેઠળના બેંક યુનિયનોએ 2021ના બજેટમાં જાહેર ક્ષેત્રની બેંકના ખાનગીકરણનાની દરખાસ્ત સામે આજે ગુરુવારે અને શુક્રવારે હડતાળનું આહ્વાન કર્યું છે. બજેટમાં સરકારે જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણનાની જાહેરાત કરી હતી, જેના કારણે બે દિવસીય સુધી ચાલનારી આ હડતાલમાં ચાર હજારથી વધુ શાખાઓના ૯ લાખ કર્મચારીઓ કામથી અળગા રહેશે.
ખાનગીકરણ સામે બેંક કર્મચારીઓ હવે બાયો ચડાવી
મહાગુજરાત બેન્ક એમ્પ્લોઇઝ યુનિયનના જનરલ સેક્રેટરી જનક રાવલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીયકૃત બેંકોના ખાનગીકરણ સામે બેંક કર્મચારીઓ હવે બાયો ચડાવી છે. બેંક કર્મચારીઓ શિયાળુ સત્રમાં આવનાર બેન્કિંગ એમેન્ડમેન્ટ સુધારા વિધેયકનો પણ વિરોધ કરી રહા છે. આ કાયદા અનુસાર સરકાર રાષ્ટ્રિયકૃત બેંકોને ખાનગી માલિકને સોંપી શકે છે એટલે ખાનગીકરણ થઇ શકે છે.
ઇન્ડિયન બેંકે ટ્વિટ કરીને જણાવ્યું
દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ એક ટ્વિટમાં તેના કર્મચારીઓને આ નિર્ણય પર પુનઃવિચાર કરવા અને હડતાળમાં ભાગ લેવાથી દૂર રહેવા વિનંતી કરી છે. ઇન્ડિયન બેંકે ટ્વિટ કરીને જણાવ્યું કે, અમારા ગ્રાહકોને અવિરત સેવાઓ સુનિશ્ચિત કરવા માટે અમે મુખ્ય યુનિયનો અને યુનોના નેતાઓને ચર્ચા માટે આમંત્રિત કર્યા છે અને તેમને 16 અને 17 ડિસેમ્બર 2021ના રોજ સૂચિત હડતાલને પાછી ખેંચવાની અપીલ પણ કરી છે. જોકે કર્મચારીઓની માંગ હતી કે ખાનગીકરણ નહીં થાય તેવી બાંહેધરી આપવામાં આવે પાંચ અડતાલ પાછી ખેંચવામાં આવશે
ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર ફેડરેશન દ્વારા અભિયાન ચલાવવામાં આવશે
બેંકના ખાનગીકરણ સામેના વિરોધમાં ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર ફેડરેશન ધરણા પ્રદર્શન કર્યા હતા તો બીજી તરફ બેંક કર્મચારીઓના આ નિર્ણયથી બેંકના ગ્રાહકોને પણ મોટી અસર થશે બેંકના થાપણદારોએ બેંકમાં મૂકેલી થાપણ એક જ ઠરાવથી ખાનગી માલિકીના હાથમાં જવાનો પણ ડર છે. બેંક કર્મચારીઓના દાવા પ્રમાણે ખાનગી માલિકીના હાથમાં સત્તા જતી રહેશે આથી બેંકના થાપણદારો તેમજ કર્મચારીઓને મોટું નુકસાન થવાની ભીતિ છે જેના વિરોધમાં અગાઉ પણ ૭ ડિસેમ્બરે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. બેંકના ખાનગીકરણ સામે આમ જનતાને જાગૃત કરવા ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર ફેડરેશન દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલનો પ્રથમ દિવસ, 10 લાખ કર્મચારીઓનું સમર્થન
આ પણ વાંચો: Bank Holidays: આજથી સતત 4 દિવસ સુધી બંધ રહેશે બેંક