- અમિત જેઠવા મર્ડર કેસ
- આજીવન કેદની સજા ભોગવી આરોપીએ જામીન માટે કરી અરજી
- કોર્ટમાં જામીન માટે કરી અરજી ફગાવી
ન્યૂઝ ડેસ્ક: અમિત જેઠવા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા બહાદુર વાઢેલએ હાઇકોર્ટમાં કરેલી જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી છે. મહત્વનું છે કે બહાદુર વાઢેલે કોર્ટમાં અરજી કરી હતી કે તેની પત્નીને સર્જરી કરવાની હોવાથી તેને જામીન આપવામાં આવે પણ કોર્ટે તેની આ અરજી નામંજૂર કરવામાં આવી.
આ પણ વાંચો: અમિત જેઠવા હત્યાકેસ આટલો ચર્ચાસ્પદ કેમ બન્યો? જાણો સમગ્ર કેસ
શું છે સમગ્ર મામલો?
વર્ષ 2010 માં હાઈકોર્ટ બહાર RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. જો કે હત્યા બાદ તેમના પિતાએ કોર્ટમાં અરજી કરી હતી. વર્ષ 2019માં કોર્ટે ભાજપના પૂર્વ સાંસદ દીનું સોલંકી સહિત 7 લોકોને દોષી ઠેરવી આજીવન કેદની સજા કરી હતી. ઉલ્લેખનીય છે કે બહાદુર વાઢેલએ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી કે તેની પત્નીને સર્જરી કરવાની હોવાથી જામીન અરજી કરી હતી પણ કોર્ટે અરજી ફટકારી હતી.