ETV Bharat / city

તહેવારો પૂર્વે ગુજરાતથી જતી ટ્રેનોમાં સરેરાશ 4 મહિનાનું વેઈટિંગ, મોટી સંખ્યામાં પ્રવાસીઓ નોતરી શકે છે ત્રીજી લહેર - Average 4 months waiting in trains leaving Gujarat before festivals

દેશભરમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને તજજ્ઞો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. એવામાં તહેવારો નજીક આવતા ગુજરાતમાંથી લોકો ફરવા જવા માટે આતુર હોય તેમ લાગી રહ્યું છે. ETV Bharat દ્વારા તપાસ કરવામાં આવતા વિવિધ પ્રવાસન અને ધાર્મિક સ્થળો સુધી જતી ટ્રેનોમાં 1 મહિનાથી લઈને 4 મહિના સુધીનું વેઈટિંગ જોવા મળી રહ્યું છે.

તહેવારો પૂર્વે ગુજરાતથી જતી ટ્રેનોમાં સરેરાશ 4 મહિનાનું વેઈટિંગ

author img

By

Published : Jul 29, 2021, 7:11 PM IST

  • તહેવારોના સમય દરમિયાન ટ્રેનો હાઉસફૂલ રહી શકે છે
  • અત્યારથી વિવિધ ટ્રેનોમાં બુકિંગ માટે રાહ જોવાનો વારો
  • મોટી સંખ્યામાં પ્રવાસીઓ કોરોનાની ત્રીજી લહેરને નોતરી શકે છે

ન્યૂઝ ડેસ્ક : જુલાઈ મહિનો પૂર્ણ થતાની સાથે જ તહેવારોનો મોસમ શરૂ થાય છે. કોરોનાની બીજી લહેરમાંથી માંડ માંડ બહાર નિકળ્યા બાદ મોટાભાગના ગુજરાતીઓ રજા મળતા જ રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળોએ ઉમટી રહ્યા છે. આ વચ્ચે ETV Bharat દ્વારા આગામી દિવસોમાં આવી રહેલા કેટલાક તહેવારો માટે ટ્રેન બુકિંગની શું વ્યવસ્થા છે તે ચકાસતા મોટાભાગની ટ્રેનોમાં 1 મહિનાથી 4 મહિના સુધીનું વેઈટિંગ જોવા મળી રહ્યું છે.

તહેવારો પૂર્વે ગુજરાતથી જતી ટ્રેનોમાં સરેરાશ 4 મહિનાનું વેઈટિંગ
તહેવારો પૂર્વે ગુજરાતથી જતી ટ્રેનોમાં સરેરાશ 4 મહિનાનું વેઈટિંગ

જન્માષ્ટમી અગાઉ હરિદ્વાર તરફ જતી ટ્રેનોમાં જૂજ ટિકિટો બાકી

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના લોકો માટે જન્માષ્ટમીનું આગવુ મહત્વ છે. આ દિવસો દરમિયાન મોટાભાગના લોકો બહાર ફરવા જતા હોય છે. ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાંથી હરિદ્વાર જનારા લોકોની સંખ્યા વધારે હોવાનું જાણવા મળતા ETV Bharat દ્વારા રાજકોટથી હરિદ્વાર તરફ જતી ટ્રેનોમાં ટિકિટની ઉપલબ્ધિ ચકાસવામાં આવી હતી. જેમાં ઓખા-દહેરાદૂન-ઉત્તરાંચલ એક્સપ્રેસમાં 27 ઓગષ્ટના દિવસે જૂજ ટિકિટો ઉપલબ્ધ હોવાનું અને ઓખા-એર્નાકુલમ એકસપ્રેસ ટ્રેનમાં માત્ર 27 ટિકિટો ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું છે.

છઠ્ઠ પૂજા અગાઉ ઉત્તર પ્રદેશ તરફ જતી ટ્રેનોમાં સરેરાશ 4 મહિનાનું વેઈટિંગ

ઉત્તર ભારતમાં વસતા લોકો માટે દિવાળી પછી સૌથી મહત્વનો તહેવાર છઠ્ઠપૂજા છે. આ તહેવાર અગાઉ ETV Bharat દ્વારા સુરતથી પટના અને લખનઉની ટ્રેનોમાં ટિકિટની ઉપલબ્ધતા જાણવાનો પ્રયાસ કરતા સરેરાશ 4 મહિના માટે વેઈટિંગ હોવાનું સામે આવ્યું છે. આ પરથી કહી શકાય છે કે, ગુજરાતમાં વસતા ઉત્તર ભારતીયોએ અત્યારથી જ તહેવારોની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

માત્ર તહેવારો જ નહિં, લગ્ન પ્રસંગો પણ જવાબદાર

આ વખતે માર્ચથી જૂન સુધીમાં લગ્નની 26થી વધુ તિથી હતી. જેને લઈને તે સમયે પણ ટ્રેનોમાં મોટી સંખ્યામાં બુકિંગ થયું હતું. દેશમાં કોરોના સંક્રમણ વધતા કેટલાક રાજ્યોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જેના કારણે તે સમયમાં યોજાયેલા સેંકડો લગ્નપ્રસંગો રદ્દ કરવામાં આવ્યા હતા. તહેવારો સાથે સાથે લગ્નગાળો શરૂ થવાનો હોવાથી અત્યારથી જ પરપ્રાંતીય લોકો દ્વારા પોતાના વતન જવા માટે ટિકિટો બુક કરાવવામાં આવતી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

રેલવે વિભાગ દ્વારા તકેદારીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવે છે. અમે તેનું ચુસ્તપણે પાલન કરીએ છીએ. કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે અત્યારથી કશું કહી શકાય તેમ નથી, પરંતુ અમે કોરોના ન પ્રસરે તે માટે તમામ તકેદારીના પગલા લઈ રહ્યા છે. RT PCR અંગે પણ અમને જે ગાઈડલાઈન અપાઈ છે, તેનું પાલન કરાઈ રહ્યું છે. રેલવે સ્ટેશન્સ પર પણ ટેસ્ટિંગની સુવિધા રાખવામાં આવે છે. અમે સમર સ્પેશિયલ ટ્રેન ચલાવી હતી, આવનારા દિવસોમાં ટ્રેનોમાં વેઈટિંગ જોઈને સ્પેશિયલ ફેસ્ટિવલ ટ્રેનો પણ દોડાવવામાં આવશે. લોન્ગ રૂટની હાલમાં 78 ટકા ટ્રેનો દોડી રહી છે. રેલવે વિભાગના ફ્રન્ટલાઈન કર્મચારીઓ અને અધિકારીઓ 100 ટકા અને કોન્ટ્રાક્ટ પર કામ કરતા 70 ટકા કર્મચારીઓ વેક્સિનેટ થઈ ગયા છે. - સુમિત ઠાકુર, મુખ્ય જનસંપર્ક અધિકારી, વેસ્ટર્ન રેલવે

કોરોનાની ત્રીજી લહેરને લઈને તજજ્ઞોની ચેતવણી

  • કોરોનાની બીજી લહેરને લઈને અમદાવાદ IMAના સભ્ય ડો. મોના દેસાઈએ અગાઉ ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કોરોનાની પ્રથમ લહેર કરતા બીજી લહેરમાં મૃત્યુઆંક ખૂબ જ ઊંચો રહ્યો હતો. ત્યારે હવે લોકોએ વિચારવાની જરૂર છે કોરોનાની ત્રીજી લહેર ગુજરાતમાં આવશે તો ભયાનક તાંડવ મચાવી શકે છે. ગુજરાતમાં સંપૂર્ણ વેક્સિનેશન પરિપૂર્ણ કરવામાં આવ્યું નથી. વેક્સિનમાં પ્રથમ ડોઝથી પૂરતા એન્ટિબોડીઝ ડેવલપ થતા નથી. જેથી તમામને વિનંતી છે કે, કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવું ખૂબ જરૂરી છે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝર રાખવું ખૂબ જરૂરી છે. નાનામાં નાની બેદરકારી પણ એપ્રિલ અને મે મહિના જેવી ભયાનક સ્થિતિનું નિર્માણ ફરી એક વખત કરી શકે છે.
  • IMA રાજકોટના પ્રમુખ ડો. પ્રફૂલ્લ કામાણીએ અગાઉ ETV Bharat સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેર બાદ હવે રાજ્યમાં કોરોના ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યો છે. એવામાં રાજ્ય સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. આગામી દિવસોમાં જન્માષ્ટમી સહિતના મહત્ત્વના તહેવારો આવી રહ્યા છે. આ તહેવાર દરમિયાન ફરવાના સ્થળો તેમજ લોકોના મેળાવડા ન થાય તે ખૂબ જ જરૂરી છે. જ્યારે આ પ્રકારની ભીડ એકઠી થાય તે ત્રીજી લહેર માટે ખુલ્લું આમંત્રણ છે. લોકોએ 2022 સુધી ફરજિયાત માસ્ક પહેરવું પડશે. જેનાથી આપણે ત્રીજી લહેરની શક્યતાઓ ઘટાડી શકીએ છે.

આ પણ વાંચો - કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને IMAના અમદાવાદ, સુરત, રાજકોટ શહેરના પ્રતિનિધિઓ સાથે ETV Bharatની ખાસ વાતચીત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.