ETV Bharat / city

Autism Awareness Day: એલોપેથીમાં ઓટીઝમની કોઈ ચોક્કસ સારવાર નથી, જોવા મળે છે આ લક્ષણો - ઓટીઝમ માટે બિહેવિયર ડેવલપમેન્ટ થેરપી

એલોપથીમાં ઓટીઝમ નામની બીમારીની કોઈ ચોક્કસ સારવાર નથી. આ બીમારીથી બાળકમાં સોશિયલ કોમ્યુનિકેશન ડીલે થાય છે. બાળક કોઈ કારણ વગર બાળક સતત હસ્યા કરે રડ્યા કરે. પોતાના હાથની આંગળીઓ સતત હલાવ્યા કરે એ ઓટીઝમ (Autism Awareness Day)ના લક્ષણો છે.

એલોપેથીમાં ઓટીઝમની કોઈ ચોક્કસ સારવાર નથી, જોવા મળે છે આ લક્ષણો

author img

By

Published : Apr 2, 2022, 2:43 PM IST

અમદાવાદ: પહેલાના સમયમાં ડોક્ટર રોગની જાણકારી તેના લક્ષણો પરથી મેળવતા. વિજ્ઞાનના વિકાસની સાથે હવે વિવિધ મેડિકલ ટેસ્ટ દ્વારા બીમારી કે ખામીની ચોક્કસ જાણકારી મેળવી શકાય છે. જો કે હજી પણ કેટલીક એવી ખામીઓ છે, જેની જાણકારી ફક્ત તેના લક્ષણો પરથી ખબર પડે છે. તેના નિદાનનો કોઈ ચોક્કસ ટેસ્ટ અને સારવારની કોઈ ચોક્કસ દવા નથી. આવી જ એક ખામી તે બાળકોમાં થતો ઓટીઝમ ડિસઓર્ડર છે. 2 એપ્રિલ વિશ્વમાં ઓટીઝમ અવેરનેસ દિવસ (Autism Awareness Day) તરીકે ઉજવવામાં આવે છે.

એલોપેથીમાં ઓટીઝમની કોઈ ચોક્કસ સારવાર નથી, જોવા મળે છે આ લક્ષણો

શું છે ઓટીઝમ?- ઓટીઝમ એક ન્યુરોડેવલપમેન્ટ ડિસઓર્ડર છે. જેમાં વિકસતા બાળકમાં સોશિયલ કોમ્યુનિકેશન ડીલે (social communication autism) થાય છે. તે રોગ નહીં પણ ખામી છે. ઓટીઝમનું શરૂઆતના તબક્કામાં જ નિદાન થાય તે જરૂરી છે. તેના માટે કોઈ મેડિકલ નિદાન પદ્ધતિ નહીં, પણ ઓબ્ઝર્વેશન દ્વારા જ તેનું નિદાન થાય છે. એટલે બાળકોમાં ઓટીઝમના લક્ષણો (autism disorder symptoms) દેખાય ત્યારે બાળકોના નિષ્ણાત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

આ પણ વાંચો: મોડાસાની મંદબુદ્વિ શાળામાં વર્લ્ડ ઓટીઝમ ડેની કરાઇ ઉજવણી

ઓટીઝમના લક્ષણો- સામાન્ય રીતે બાળકની વધતી ઉંમરની સાથે તેની બુદ્ધિ ક્ષમતામાં વધારો થતો નથી. જેમ કે, કોઈ કારણ વગર બાળક સતત હસ્યા કરે, રડ્યા કરે. પોતાના હાથની આંગળીઓ સતત હલાવ્યા કરે. બીજા બાળકો સાથે ભળે નહીં. કોઈ કાર્ય ચોકસાઈ પૂર્વક ન કરી શકે વગેરે. ઓટીઝમની સમસ્યા પાછળ માતાપિતાનો જનીનિક વારસો (parent genetic inheritance) ઉપરાંત પર્યાવરણને જવાબદાર ગણી શકાય. ઓટીઝમ એ કોઈ બીમારી ન હોવાને લીધે ભિન્ન આર્થિક વર્ગના બાળકોમાં જોવા મળે છે.

આ પણ વાંચો: વિદેશમાં બાળકોને થતી MIS-C બિમારીનો પ્રથમ કેસ સુરતમાં સામે આવ્યો : સારવાર બાદ બાળક સ્વસ્થ

ઓટીઝમની સ્થિતિ- સામાન્યતઃ વિશ્વમાં દર 54 બાળકોમાંથી એક બાળક ઓટીઝમ (autism in children)થી પીડિત છે. વર્તમાન ડેટાની વાત કરીએ તો 45માંથી એક બાળક ઓટીઝમથી પીડિત છે. જ્યારે ભારતમાં દર 68 માંથી 01 બાળક ઓટીઝમથી પીડિત છે. ભારતમાં મોટા શહેરોમાં ઓટીઝમની બિહેવીયર ડેવલપમેન્ટ થેરાપી (Behavior Development Therapy for Autism) ઉપલબ્ધ છે, પરંતુ ગામડાઓમાં આ સવલત ઉપલબ્ધ નથી.

ઓટીઝમ પર રિસર્ચ- ઓટીઝમ પર વિશ્વ રિસર્ચ (Research on Autism) કરી રહ્યું છે. અમદાવાદના બાળકોના નિષ્ણાંત ડોક્ટર દીપિકા જૈને ઓટીઝમ પર જુદી-જુદી થેરાપીથી શું ફેર પડે છે? તેની જિનેટિક અસરો, ઓટીઝમ અને સોશિયલ કમ્યુનિકેશન ડિસઓર્ડર વચ્ચેનો તફાવત, તેના ફેક્ટર્સ વગેરે પર રિસર્ચ પેપર પબ્લિશ કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.