અમદાવાદ અંધશ્રદ્ધા અને ભુવા સમસ્યાનું નિરાકરણ નથી લાવતા પરંતુ મુશ્કેલીમાં મુકાવે છે. આવો કડવો અનુભવ એક પરિવારને થયો છે.વસ્ત્રાલમાં રહેતા આ પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હતી. જ્યારે 3 માસ પહેલા ઘરના યુવાન દીકરાએ આત્મહત્યા કરી લીધી હતી. ઘરમાં આર્થિક, સામાજિક અને ધાર્મિક મુશ્કેલી વધી રહી હતી. જેથી આ પરિવારે ઘરમાં વિધિ કરવાનું નક્કી કર્યું હતું.
ઘરના લોકોને બહાર મોકલી દીધા ઘરમાં આવેલા ભુવાએ વિધિના બહાને પરિણીતા સાથે દુષ્કર્મનો પ્રયાસ ( Attempted rape of a woman in Ahmedabad ) કર્યો. પતિ અને દીકરાને વિધિના લીંબુ વાળીને ચાર રસ્તા પર મુકવા મોકલ્યા અને પરિણીતાની એકલતાનો લાભ લઈને દરવાજો બંધ કરીને શારીરિક અડપલાં શરૂ કર્યા ( Ahmedabad Crime News ) પરંતુ પરણિતાએ ધક્કો મારીને ઘરની બહાર આવી જતા ભુવો ભાગી ગયો. આ ઘટનાથી પરિણીતા ગભરાઈ ગઈ અને ભુવાને સજા આપવાની માંગ કરી રહી છે.
15 વર્ષથી પરિચિત પરિણીતા સાથે છેડતી કરનાર ભુવો પ્રવીણસિંહ ગોર છે. સ્કૂલ વાન ચલાવતો આરોપી માતાજીનો ભુવો કહેવડાવે છે. પરિણીતાનો પતિ પણ સ્કૂલ વાન ચલાવે છે અને કોરોના બાદ ધંધામાં મંદી બાદ આર્થિક સંકડામણ વધતા ભુવા પ્રવીણસિંહ વિધિ કરવાની લાલચ આપી હતી. 15 વર્ષથી પરિચિત મિત્રની વાતોમાં આવી જઈને તેને ઘરમાં વિધિ કરવા લાવ્યા હતાં. પરંતુ આ ભુવાએ પરિણીતાની આબરૂ ( Attempted rape of a woman in Ahmedabad ) લેવાનો પ્રયાસ કરતા આ દંપતિએ રામોલ પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોંધાવી.પોલીસે ફરિયાદને ( Ramol Police Lodged Complaint ) લઈને ફરાર ભુવાની શોધખોળ શરૂ કરી.
ભુવો ફરાર થઇ જતા પોલીસે નોંધ્યો ગુનો અંધશ્રદ્ધામાં ભુવાનો ભોગ બનેલું આ દંપતિ ન્યાયની માંગ કરી રહ્યા છે અને ભુવાઓથી દૂર રહેવાની સલાહ પણ આપી રહ્યા છે. મહત્વનું છે કે સ્કૂલવાન ચાલક ભુવો બનીને પરિણીતાની છેડતી કરીને ફરાર થઇ જતા રામોલ પોલીસે ( Ramol Police Lodged Complaint ) જુદી જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરી.