ETV Bharat / city

નાગરિકોની સુરક્ષા કરતી પોલીસ જ અસુરક્ષિત, નાઈટ ડ્યૂટી કરનારા PSI પર હુમલો - Attack on PSI during Knight Duty

અમદાવાદ શહેરના કારંજ વિસ્તારમાં ફરી વખત પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. કારંજ વિસ્તારમાં આવેલા ભટિયાર ગલીમાં PSI પર અસલમ નવહી નામના આરોપીએ હુમલો કરી બચકું ભરી લીધા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે PSI એસ. આઈ. મકરાની અને અન્ય સ્ટાફ નાઈટ ડ્યૂટી પર હતા. જે દરમિયાન ભટિયાર ગલીમાં રિક્ષામાં 3 લોકો બેઠા હતા. પોલીસને શંકા જતા ત્રણેયની તપાસ કરી હતી. જે દરમિયાન આ ઇસમોએ હુમલો કર્યો હતો.

Attack on PSI
Attack on PSI
author img

By

Published : Sep 2, 2020, 10:39 PM IST

અમદાવાદઃ શહેરમાં ફરી એક વખત લુખ્ખાતત્ત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. સામન્ય નાગરિકોની સુરક્ષા કરતી શહેર પોલીસ જ હવે અસુરક્ષિત અનુભવી રહી હોય તેવી ઘટના સર્જાઈ છે. શહેરના કારંજ વિસ્તારના PSI એસ. આઈ. મકરાણી નાઇટ પેટ્રોલિંગ કરતા હતા તે દરમિયાન ભટિયાર ગલીમા રાતના અંધારામાં એક રીક્ષાની અંદર 3 ઇસમો બેસેલા નજરે પડ્યા હતા.

PSI પર હુમલો
નાઈટ ડ્યુટી કરનારા PSI પર હુમલાની ઘટના

પોલીસને આ 3 ઇસમોની હિલચાલ પર શંકાસ્પદ જણાતા રીક્ષાની અંદર તપાસ કરતા તેમની પાસે લોખંડની એક ફેટ મળી આવી હતી. જેથી PSI મકરાણીએ અસલમ નામના ઇસમને ઝડપી લેવા પ્રયાસ કર્યો હતો, પરંતુ અસલમ પોલીસથી બચવા PSI મકરાણી પર હુમલો કર્યો હતો. આ સાથે પોલીસ કે કાયદાનો ડર રાખ્યા વગર PSIના હાથમા બચકું ભરી લીધુ અને ત્યાર બાદ PSI મકરાણીના બેલ્ટમાં ભરાયેલી સર્વિસ રિવોલ્વર છીનવી લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. PSI મકરાણી અને તેમના સાથેના પોલીસકર્મીઓએ આરોપી સાથે ઝપાઝપી કરતા આરોપી અસલમ PSI મકરાણીની સર્વિસ રિવોલ્વર છીનવામાં નિષ્ફળ રહ્યો હતો.

ભટિયાર ગલીમાં PSI ઉપર અસલમ નવહી નામના આરોપીએ હુમલો કરી બચકું ભરી લીધા હોવાની ઘટના સામે આવી

આ હુમલામાં પિસ્તોલને બચાવવા જતા PSI નીચે પડી ગયા હતા. ત્યાર બાદ સાથેના પોલીસ કર્મીઓ વચ્ચે પડતા આરોપીએ PSIના જમણા હાથમાં બચકું ભરી લીધું હતું. જે બાદ આરોપીએ પોલીસનો અંગૂઠો પકડી રાખતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. લોકોએ આરોપીને માર માર્યો હતો. આ ઘટના અંગે PSIએ સારવાર બાદ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસે IPCની કલમ 186, 332, 324 અને GPA એક્ટ 135(1) મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી છે. બાકીના ફરાર બન્ને આરોપીને શોધવા પોલીસે તપાસ શરૂ કરી છે.

પોલીસ પર હુમલાની અન્ય ઘટનાઓ પર એક નજર

20 માર્ચ, 2020 - ધણપમાં ક્રિકેટ રમતા લોકોને પોલીસે ઘરે જવાનું કહેતા બેટ લઇને ફરી વળ્યા, 9 સામે ફરિયાદ

ગાંધીનગરઃ કોરોના વાઈરસને લઈને પોલીસ દ્વારા શહેર અને ગામડામાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે શનિવારે ચિલોડા પોલીસ સ્ટેશનના જમાદાર મોહનભાઈ સુરસિંહ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન ધણપ ગામના કેનાલ પાસે આવેલા રામદેવપીરના મંદિર સામે આવેલા મેદાનમાં ગામના કેટલાક લોકો ક્રિકેટ રમી રહ્યા હતા. ત્યારે સરકારના લોકડાઉના આદેશનો અનાદર પણ કરી રહ્યા હતા. જેને લઇને મોહનભાઈએ આ લોકોને ઘરે જવા જણાવ્યું હતું. પરંતુ આ લોકો ઘરે જવાની જગ્યાએ મોહનભાઈ સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા અને ઉશ્કેરાઈ જઈને હાથમાં રહેલું ક્રિકેટ રમવાનું બેટ લઇને મોહનભાઈ ઉપર તૂટી પડ્યા હતા. જેમાં મોહનભાઈના ડાબા હાથે તેમજ સાથળ ઉપર ઇજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

22 એપ્રિલ, 2020 - પોલીસ પર હુમલો કરનારા 2 ઈસમોને પાસા હેઠળ ધકેલાયા

અમરેલીઃ કોરોના વાઇરસ રોગચાળાની મહામારીને અનુસંધાને ભારત સરકાર દ્વારા જાહેર કરેલા લોકડાઉન દરમિયાન પોતાની ફરજ નિભાવતી પોલીસ પર અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં અસામાજીક ઈસમોએ સાવરકુંડલા ટાઉન પોલીસ પર 5 એપ્રિલના રોજ પેટ્રોલિંગ દરમિયાન રાત્રે હુમલો કર્યો હતો. જેમાં સાવરકુંડલા ટાઉન પોલીસના 3 કર્મચારી પર છરી તેમજ પથ્થર વડે હુમલો કરવામાં આવેલા હુમલો કરનારા ઈસમો શાહનવાઝ ઉર્ફે બગી અબ્દુલભાઈ કુરેશીએ છરી બતાવી પથ્થરો ફેંકી હુમલો કર્યો હતો. અશરફ હનિફભાઈ ડૈરૈયાએ પોલીસને ગાળો આપી પથ્થરો ફેંકી હુમલો કર્યો હોતો.

25 એપ્રિલ, 2020 - જંબુસરના દહેગામે પોલીસ પર હુમલો કરનારા 5 આરોપીઓ સામે પાસાનો હુકમ

ભરૂચઃ જંબુસરના દહેગામે લોકડાઉનનો અમલ કરાવવા ગયેલ પોલીસ પર શસસ્ત્ર હુમલો કરનારા 5 આરોપીઓ સામે પાસાનો હુકમ કરવામાં આવ્યો છે. કોરોના વાઇરસનું સંક્રમણ અટકાવવા દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે 28 માર્ચનાં રોજ પોલીસના જવાનો જંબુસરના દહેગામે લોકડાઉનનો અમલ કરાવવા ગઈ હતી. આ દરિયાન કેટલાક અસામાજિક તત્વોએ પોલીસ પર શસસ્ત્ર હુમલો કર્યો હતો. જેમાં પોલીસકર્મીઓને ઈજા પહોચી હતી અને પોલીસની કામગીરીમાં અડચણ ઉભી થઇ હતી. ત્યારે આ પાંચેય આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા ભરૂચ કલેક્ટરને દરખાસ્ત કરાઈ હતી.

8 મે, 2020 - વાંકાનેરના રૂપાવટીમાં પોલીસ પર હુમલો કર્યો, પાસા હેઠળ જેલના હવાલે

મોરબીઃ વાંકાનેરના રૂપાવટીમાં પોલીસ પર હુમલો કરનારા ઇસમને પાસા હેઠળ જેલહવાલે કરાયો હતો. વાંકાનેરના રૂપાવટી ગામે પોલીસ કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હતો. જે બનાવમાં આરોપી સામે પોલીસે પાસા હેઠળ ગુનો નોંધી જેલહવાલે કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.