અમદાવાદ: ધંધુકામાં હત્યા કેસમાં (Dhandhuka Murder Case) પોલીસે 5 આરોપીની ધરપકડ કરી હતી. જેમાં બુધવારે શબ્બીર અને ઈમ્તિયાઝની ધરપકડ કરવામાં આવી હતી. મુખ્ય સૂત્રધાર મૌલવી ઐયુબ અને મૌલવીને હથિયાર મોકલનાર આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. રાજકોટના મિતાણા પાસેથી અજીમ સમા અને મોરબી પોલીસે અજીમ વસીમની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: કિશન ભરવાડ હત્યા મામલે કંગના રનૌતનું નિવેદન, તેણે કહ્યું કે...
હત્યાનો પ્લાન મસ્જીદમાં બનાવ્યો હોવોનો ચોંકાવાનારા ખુલાસો
ATSની તપાસમાં મૌલવી ઐયુબની પૂછપરછમાં હત્યાનો પ્લાન મસ્જીદમાં બનાવ્યો હોવોનો ચોંકાવાનારા ખુલાસો સામે આવ્યો છે. કિશન હત્યા કેસમાં (Kishan Bharwad Murder Case) પાકિસ્તાનનું કનેક્શન સામે આવ્યું છે. મૌલાનાના તાર પાકિસ્તાન સ્થિત સંગઠનો સાથે જોડાયેલા છે. દિલ્લીના મૌલવી કમલ ઘની ઉસ્માનીનું નામ પણ સામે આવ્યું હતું. શબ્બીર ચૌપડાની મુલાકાત અમદાવાદના મૌલવી સાથે કરાવી હતી.
આ પણ વાંચો: ધંધુકા હત્યા કેસમાં હથિયાર આપનાર આરોપીના ભાઈને મોરબીથી ઝડપી લેવાયો
કિશન હત્યા કેસની તપાસ ATSને તપાસ સોંપાઇ
કિશન હત્યા કેસની તપાસ ATSને તપાસ સોંપાઇ છે. પાકિસ્તાન કનેક્શન છે કે કેમ તેની તપાસ કરાશે. સોશિયલ મીડિયા અને મોબાઈલ ડેટાની પણ તપાસ કરાશે. અમદાવાદ પોલીસે સર મુબારક મસ્જીદ પાછળથી કિશનની હત્યામાં ઉપયોગમાં લેવાયેલી પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે.