ETV Bharat / city

ગુજરાત ATSની સફળતા, દાઉદના સાથી શરીફનો સાગરીત બાબુ સોલંકી ઝડપાયો

ગુજરાત ATSને છેલ્લા 2 દિવસમાં બીજી મોટી સફળતા હાથ લાગી છે. ગુજરાત ATSએ દાઉદ ઇબ્રાહિમ સાથે કામ કરનાર શરીફ ખાનના સાગરીત બાબુ સોલંકીને ઝડપી પાડ્યો છે.

ats caught a person who worked with dawood
ATSએ દાઉદ સાથે કામ કરનાર શરીફ ખાનના સાગરીતને ઝડપી પાડયો
author img

By

Published : May 23, 2020, 11:07 PM IST

અમદાવાદ: ગુજરાત ATSને છેલ્લા 2 દિવસમાં બીજી મોટી સફળતા હાથ લાગી છે. ગુજરાત ATSએ દાઉદ ઇબ્રાહિમ સાથે કામ કરનાર શરીફ ખાનના સાગરીત બાબુ સોલંકીને ઝડપી પાડ્યો છે. આરોપી હાલ મુંબઇમાં રહેતો હોવાની માહિતી એટીએસએ બાબુને અડાલજ મહેસાણા રોડ પરથી ઝડપી પાડ્યો છે.

બાબુ સોલંકી વર્ષ 2006માં અનેક ગુનાઓને અંજામ આપી મુંબઈ ભાગી ગયો હતો. જ્યાં બોડીગાર્ડનું કામ કરતો હોવાનું સામે આવ્યું હતું. આરોપી બાબુ સોલંકી અને સાબિર મિયા સિપાહીને રૂપિયા 10 કરોડ કઢાવવા માટે ખંડણીનું કામ આપવામાં આવ્યું હતું અને આ કામ માટે બાબુ સોલંકીને ખંડણી પેટે 3 કરોડ રૂપિયા મળવાના હતા. આ ખંડણી ઊંઝાના એક વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી હતી, પરંતુ આ ગુનામાં આરોપી સાબિર મિયાને એક હથિયાર, 5 કારતૂસ અને જહાંગીર સૈયદને 1 રિવોલ્વર અને 7 કારતૂસ સાથે ઝડપી પડાયા હતા. આ અંગે એટીએસમાં 2 જૂન, 2006માં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો.

ATSએ દાઉદ સાથે કામ કરનાર શરીફ ખાનના સાગરીતને ઝડપી પાડયો

આરોપી બાબુ સોલંકીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો 2006માં એટીએસમાં આર્મ્સ અને ખંડણી એક્ટનો ગુનો, 2008માં સુરતમાં 32 લાખની આંગડિયા લૂંટ, 1996માં મુંબઇમાં 307નો ગુનો, 2015માં સિદ્ધપુરમાં લૂંટનો ગુનો, 2019માં નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે નકલી પોલીસ બની લૂંટનો ગુનો દાખલ થયો છે.

વોન્ટેડ આરોપી શરીફ ખાનની વાત કરીએ તો શરીફ ખાન દાઉદ ઇબ્રાહિમ માટે કામ કરી ટાડા, નાર્કો, હથિયારો અને હત્યા સહિત ખંડણીના અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે અને જે હાલ પાકિસ્તાનમાં દાઉદ માટે કામ કરી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.