અમદાવાદ: નોટ બંધી બાદ નકલી નોટથી અર્થ તંત્ર ભાગી પડે તેવા અનેક ષડયંત્ર રચવામાં આવ્યા હતા. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 11 લાખની નકલી નોટ માટે એક ફરિયાદ નોંધવામાં આવી હતી. જે ગુનાના આરોપીને 3 વર્ષ બાદ ATS એ ઝડપી લીધો છે.
ગુજરાત ATSએ સાબરકાંઠાથી નકલી નોટોના આરોપીને ઝડપી લીધો હતો. આ આરોપી છેલ્લા 3 વર્ષની નાસતો ફરતો હતો. આરોપી કમલેશની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, સુલેમાની ચમત્કારિક પથ્થર કે જે પથ્થર હાથમાં રાખવાથી માનવ શરીર પર કોઈ પણ પ્રકારના તીક્ષ્ણ હથિયારનો ઘા વાગે નહીં. આ પથ્થર ખરીદવા માટે આરોપીઓને ઘણા રૂપિયાની જરૂર હોવાથી તેમને એક સંપ થઈને ગુનાહિત કાવતરું રચીને બનાવટી ચલણી નોટો છાપી સુલેમાની પથ્થર ખરીદવાનો વિચાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 7 આરોપીની ધરપકડ બાદ ચાર્જશીટ ફાઈલ કરી દેવામાં આવી હતી, પરંતુ મુખ્ય આરોપી કેટલાય સમયથી નાસતો ફરતો હતો. જેને ATS એ ઝડપીને ક્રાઈમ બ્રાન્ચના સોંપ્યો હતો. હાલ આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.