ETV Bharat / city

GTUમાં અટલ ઈન્ક્યુબેશન સેન્ટરનું લોકાર્પણ, શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાંના હસ્તે કરાયુ

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સ્ટાર્ટઅપ અને ઈનોવેશનને પ્રોત્સાહન મળી રહે તે માટે હંમેશા કાર્યરત રહે છે. આ પ્રવૃત્તિને વેગ મળે તે હેતુસર 3 જુલાઈ શનિવારે GTU ખાતે નવનિર્મિત અટલ ઈન્ક્યુબેશન સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અટલ ઈન્ક્યુબેશન સેન્ટરનું રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.

GTUમાં અટલ ઈન્ક્યુબેશન સેન્ટરનું લોકાર્પણ, શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાંના હસ્તે કરાયુ
GTUમાં અટલ ઈન્ક્યુબેશન સેન્ટરનું લોકાર્પણ, શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાંના હસ્તે કરાયુ
author img

By

Published : Jul 4, 2021, 9:21 AM IST

  • GTUમાં 62 કરોડના અટલ ઈન્ક્યુબેશન સેન્ટરનું ઉદઘાટન
  • રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાંના હસ્તે કરાયુ લોકાર્પણ
  • USAની એઝીલેન્ટ ટેક્નોલોજી દ્વારા RT-PCR મશીન GTUને ભેટ

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સ્ટાર્ટઅપ અને ઈનોવેશનને પ્રોત્સાહન મળી રહે તે માટે હંમેશા કાર્યરત રહે છે. આ પ્રવૃત્તિને વેગ મળે તે હેતુસર 3 જુલાઈ શનિવારે GTU ખાતે નવનિર્મિત અટલ ઈન્ક્યુબેશન સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે. ગુજરાત રાજ્યના શિક્ષણપ્રધાન અને કાર્યક્રમના મુખ્ય અતિથિ ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વધુમાં આંતરરાષ્ટ્રીય સ્તરે GTU AIC દ્વારા કરવામાં આવેલા RT-PCR ટેસ્ટ પ્રવૃત્તિની નોંધ લઈને USAની એઝીલેન્ટ ટેક્નોલોજી દ્વારા સમાજસેવાના ઉપલક્ષે GTUને ભેટ આપેલા RT-PCR મશીનનો પણ કોવિડ-19ના નિદાન માટે શુભારંભ કરવામાં આવ્યો હતો.

GTUમાં અટલ ઈન્ક્યુબેશન સેન્ટરનું લોકાર્પણ, શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાંના હસ્તે કરાયુ

આ પણ વાંચોઃ GTU દ્વારા સ્વદેશી 5G એન્ટેના વિકસાવવામાં આવશે

સ્ટાર્ટઅપ એટલે કે, સમસ્યાનું સમાધાન ચિંધતો વિચાર અને પ્રયોગ

આ પ્રસંગે શિક્ષણપ્રધાને જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવા અનેક સકારાત્મક પગલાં ભર્યા છે. GTU દ્વારા વિકસાવવામાં આવેલી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ સપોર્ટ સિસ્ટમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ બિરદાવવામાં આવી છે. “સ્ટાર્ટઅપ એટલે કે, સમસ્યાનું સમાધાન ચિંધતો વિચાર અને પ્રયોગ” સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રીમતા ધરાવે છે. જેમાં GTUનો ફાળો સવિશેષ છે. GTUના વિવિધ સ્ટાર્ટઅપ દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ મળશે. કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉદ્યોગોની જરૂરિયાતોને અનુરૂપ યુનિવર્સિટીમાંથી વિવિધ સંશોધન થાય તે, ઉદ્યોગસાહસિકો અને ઈનોવેટર્સને અનેક પ્રકારે લાભદાયી નિવડશે.

આ પણ વાંચોઃ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શિક્ષણ પ્રધાન બન્યા વડોદરાના મહેમાન

ઈનોવેટીવ આઈડિયાને સહાયરૂપ થવા 10 કરોડનું આર્થિક યોગદાન

ઉપરાંત નવીનત્તમ ટેક્નોલોજીની મદદથી ઉદ્યોગોના વિકાસ અને ઉત્પાદન ક્ષમત્તામાં વધારો કરવા માટે પણ મદદરૂપ થશે. નીતિ આયોગ દ્વારા બાયોટેકનોલોજી, હેલ્થકેર અને મેડિકલ ડિવાઇસીસ ક્ષેત્રમાં કાર્યરત ઈનોવેટીવ આઈડિયાને સહાયરૂપ થવાના સંદર્ભથી 10 કરોડ રુપિયાનું આર્થિક યોગદાન મંજૂર કર્યુ છે. GTU અટલ ઇન્ક્યુબેશન સેન્ટરમાં 25થી વધુ બાયોટેક, બાયોમેડિકલ ડિવાઇસીસ ઉપલબ્ધ છે. તેમજ 100થી વધુ લોકોને રોજગારીની તકો પૂરી પાડવામાં આવી છે. વધુમાં શ્રેષ્ઠ 7 સ્ટાર્ટઅપને આર્થિકરૂપે સહભાગી થવાના હેતુસર રૂપિયા 30 લાખ 23 હજારથી વધુના ચેક આપવામાં આવ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.