અમદાવાદઃ ગુજરાતમાં બરાબર એક સપ્તાહ અગાઉ 30 ઓગસ્ટના રોજ કુલ 4,99,903 વ્યક્તિઓ ક્વોરેન્ટાઇન હેઠળ હતા. જેમાંથી 4,99,932 વ્યક્તિ હોમ ક્વોરેન્ટાઇન હેઠળ હતા, પરંતુ સપ્ટેમ્બર માસના પ્રારંભ સાથે દૈનિક 1300થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે.
ક્યા કેટલા વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન હેઠળ
- અમદાવાદ - 4,48,154
- અમરેલી - 61,738
- ભરૂચ - 44,203
- સુરત - 42,847
- નવસારી - 20,098
- ગાંધીનગર - 19,213
- જામનગર- 14,600
સપ્ટેમ્બર માસની શરૂઆતથી જ ક્વોરેન્ટાઇન હેઠળની વ્યક્તિઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. 6 સપ્ટેમ્બર પ્રમાણે ગુજરાતમાં 7,33,790 હોમ ક્વોરેન્ટાઇન જ્યારે 2162 ફેસિલિટી ક્વોરેન્ટાઇન એમ કુલ 7,35,952 વ્યક્તિઓ ક્વોરેન્ટાઇન હેઠળ હતા. હાલ સૌથી વધુ અમદાવાદમાં 4,48,154 લોકો ક્વોરેન્ટાઈ હેઠળ છે.