ETV Bharat / city

ધોળકાની એહોજ એન્ડ સ્ટીલ કંપનીમાં LPG સિલિન્ડરમાં બ્લાસ્ટ - Pashvanath Hospital

ધોળકાના કાળિયાપુરા ગામ પાસે ગુનીના એહોજ એન્ડ સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સવારે 10 વાગ્યાના સુમારે કામદારો કામ કરી રહ્યા હતા. તે સમયે LPG ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં પાંચ કામદારો દાઝી જવાથી ઈજાગ્રસ્ત થયેલા, ઇજાગ્રસ્તોને વટામણ અને બગોદરા 108 દ્વારા ધોળકાની પાશ્વનાથ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પાંચ કામદારો ઈજાગ્રસ્ત
પાંચ કામદારો ઈજાગ્રસ્ત
author img

By

Published : Feb 17, 2021, 1:15 PM IST

  • ગુનીના એહોજ એન્ડ સ્ટીલ કંપનીમાં LPG સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ
  • કંપનીમાં કામ કરી રહેલા કામદારો પૈકી 5 દાઝી જતાં ઇજાગ્રસ્ત
  • બગોદરા 108 દ્વારા ઇજાગ્રસ્તોને પાશ્વનાથ હોસ્પિટલ ધોળકા ખાતે ખસેડાયા

અમદાવાદ : આકસ્મિક ઘટના સંદર્ભે ધોળકા ગ્રામ્યના PI એ.બી.અસારી, PSI પોલીસ સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ FSLની ટીમને પણ જાણ કરવામાં આવી છે.

LPG ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં પાંચ કામદારોને દાઝી જવાથી ઇજાઓ થઇ

ધોળકા ગ્રામ્યના PI એ.બી. અસારીના જણાવ્યા પ્રમાણે, ધોળકા તાલુકાના સીમેજ-કાળિયાપુરા ગામ પાસે આવેલ ગુનીએ હોજ એન્ડ સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલી છે. આ કંપનીમાં જુના લોખંડને ગાળવાની પ્રવૃત્તિ સાથે નવા લોખંડનું ઉત્પાદન કરવાની કામગીરી કરવામાં આવે છે. સવારના દસ વાગ્યાના સુમારે LPG ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં આસપાસ કામ કરી રહેલા પાંચ કામદારોને દાઝી જવાથી ઇજાઓ થઇ હતી. જેમને ધોળકાની પાશ્વનાથ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ફરજ પરના ડોક્ટરે નીખીલ સોલંકી, ડોક્ટર રિયાઝ મોમીન તથા રશીદાબેન મોમીન દ્વારા સારવાર આપવામાં આવી હતી. સારવાર દરમિયાન પાંચ પૈકી ત્રણ વધુ દાઝી જવાથી તેમને વધુ સારવારની જરૂરિયાત હોવાથી વી.એસ હોસ્પિટલ અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા છે.

એક મહિલા સહિત ત્રણને VS હોસ્પિટલ ખાતે ખસેડાયા

  • રાઠવા સુરેખાબેન સંતોષભાઈ (ઉં.વર્ષ 21 વર્ષ )
  • રાઠવા અશ્વિનભાઈ તીર સિંહ (ઉં.વર્ષ 22 વર્ષ)
  • રાઠવા રાકેશભાઈ રેસાભાઈ (ઉં.વર્ષ 26 વર્ષ)

સામાન્ય ઇજાગ્રસ્ત

  • ટીના બેન રાઠવા (ઉં.વર્ષ 22 વર્ષ)
  • મનિષાબેન રાઠવા (ઉં.વર્ષ 19 વર્ષ)

ફાયર સેફટીનો અભાવ જોવા મળતા કંપની સામે કાર્યવાહી કરવા પોલીસને આદેશ

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ ધોળકા DYSP રીના રાઠવા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કંપનીમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળતા તેમજ અન્ય ત્રુટીઓ ચકાસી કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવા ધોળકા ગ્રામ્ય પોલીસને આદેશ આપ્યો હતો. જે ઘટના સંદર્ભે ધોળકા ગ્રામ્ય પોલીસ એ કંપની વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.