ETV Bharat / city

Assembly Election Result 2022: પંજાબમાં AAPની જીતથી ગુજરાતના નેતાઓ કાર્યકરોમાં ઉત્સાહ, ઇસુદાને કહ્યું ગુજરાતમાં પણ લહેર જોવા મળશે - દિલ્હીમાં વીજળીની સ્થિતિ

પંજાબમાં AAPનો ભવ્ય વિજય (Assembly Election Result 2022) થતાં અમદાવાદમાં AAP દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ઇસુદાન ગઢવીએ કહ્યું કે ગુજરાતની જનતા પણ AAP પર ભરોસો મુકશે. ગુજરાતમાં પણ તેની લહેર જોવા મળશે.

Assembly Election Result 2022: પંજાબમાં AAPની જીતથી ગુજરાતના નેતાઓ-કાર્યકરોમાં ઉત્સાહ, ઇશુદાને કહ્યું-ગુજરાતમાં પણ લહેર જોવા મળશે

author img

By

Published : Mar 10, 2022, 7:19 PM IST

Updated : Mar 10, 2022, 7:31 PM IST

અમદાવાદ: પંજાબમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party In Punjab)નો જાદુ ચાલતાં ગુજરાત આમ આદમી પાર્ટીના નેતાઓમાં ખુશીનો માહોલ જોવા (Assembly Election Result 2022) મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો (AAP Workers In Ahmedabad) ઢોલ-નગારા વગાડીને પંજાબની જીતનો ઉત્સાહમાં મનાવી રહ્યા છે. પંજાબમાં આપને સ્પષ્ટ બહુમતી (AAP Wins In Punjab)થી ગુજરાત આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે ઉજવણીનો કરવામાં આવી રહી છે. અમદાવાદના કાર્યાલય (Ahmedabad AAP Office)ની બહાર વિશાળ સંખ્યામાં કાર્યકરો ઢોલ નગારા વગાડી ઉજવણી કરી રહ્યા છે.

ગુજરાતની જનતા આપને મોકો આપશે તો ખબર પડશે કે કઈ રીતે શાસન ચાલતું હોય છે.

ગુજરાતમાં પણ AAPને લોકો તક આપશે તેવો વિશ્વાસ

પંજાબની જીત (Punjab Assembly Election 2022)ને વધાવતા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ દ્વારા મોં મીઠું કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, દિલ્હી અને પંજાબની જેમ ગુજરાત (AAP In Gujarat)માં પણ આગામી દિવસોમાં લોકો આમ આદમી પાર્ટીને મોકો આપશે તેવો વિશ્વાસ છે. 27 વર્ષ ભાજપના અને 27 વર્ષ કોંગ્રેસના શાસનને લોકોએ જોયું છે. ત્યારે ગુજરાતની જનતા આપને મોકો આપશે તો ખબર પડશે કે કઈ રીતે શાસન ચાલતું હોય છે.

વિશાળ સંખ્યામાં કાર્યકરોએ ઢોલ નગારા વગાડી ઉજવણી કરી.

આ પણ વાંચો: Assembly Election Result 2022: ચૂંટણીના પરિણામોને લઇને વાઘાણીએ કહ્યું- વિકાસનું સ્ટ્રીમરોલર 5 રાજ્યોની ચૂંટણીમાં ફરી વળ્યું

પંજાબમાં લોકોએ કેજરીવાલ મોડેલ પર ભરોસો મુક્યો

તેમણે વધુમાં જણાવ્યું કે, દિલ્હીમાં લોકોએ આપને મોકો આપ્યો તો શિક્ષણ (Education In Delhi) સુધર્યું, આરોગ્યતંત્ર સારું થયું, વીજળી (Electricity In Delhi) મફત મળી આમ છતાં સરકારના બજેટમાં ખાસ ફરક નથી. સરકાર પ્રોફિટમાં ચાલે છે. આ જ રીતે પંજાબમાં પણ લોકોએ કેજરીવાલ મોડેલ પર ભરોસો મૂક્યો છે. આ કેજરીવાલ મોડેલની જીત છે. ગુજરાતમાં પણ આ પ્રકારે જ કેજરીવાલના મોડેલની જીત થશે તેવો વિશ્વાસ છે.

ગુજરાતની જનતા ભાજપ અને કોંગ્રેસથી ત્રાહિમામ - ઇશુદાન ગઢવી

આ કેજરીવાલ મોડેલની જીત છે.
આ કેજરીવાલ મોડેલની જીત છે.

આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે, પંજાબની જનતાએ અરવિંદ કેજરીવાલની ઈમાનદારી પર વોટ આપ્યો છે. આ જીત (Assembly Election 2022)નો અર્થ એ છે કે તેની અસર ગુજરાત પર થશે. ગુજરાતની જનતા ભાજપ સરકાર અને કોંગ્રેસથી ત્રાહિમામ પોકારી ઊઠી છે. ભાજપ અહીં લોકપ્રિય નથી, પણ લોકો પાસે વિકલ્પ નહોતો. હવે આમ આદમી પાર્ટી નેશનલ પાર્ટી બની ગઈ છે. ગુજરાતની જનતા તેના પર વિશ્વાસ કરશે. ગુજરાતમાં પણ તેની લહેર જોવા મળશે.

આ પણ વાંચો: Assembly Election 2022: વિધાનસભા ચૂંટણીના પરિણામો પર ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આપી પ્રતિક્રિયા

આગામી દિવસોમાં શરૂ કરીશું ત્રિરંગા યાત્રા

તેમણે જણાવ્યું કે, દિલ્હી સરકાર મફત વીજળી આપે છે છતાં સરકારને કોઈપણ પ્રકારનો બોજો નથી પડતો. તો ગુજરાતમાં શા માટે મફત વીજળી મળતી નથી? ત્યારે આગામી દિવસોમાં હવે ગુજરાત આમ આદમી પાર્ટી ત્રિરંગા યાત્રા શરૂ કરી ગુજરાતના ખૂણેખૂણે પહોંચીને આમ આદમી પાર્ટીનું મોડલ રજૂ કરશે અને આગામી દિવસોમાં આવનારી વિધાનસભા ચૂંટણીની અંદર ગુજરાત આમ આદમી પાર્ટી પણ બહુમતી સાથે સત્તા બનાવશે તેઓ વિશ્વાસ તેમણે પ્રગટ કર્યો છે.

Last Updated : Mar 10, 2022, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.