ગાંધીનગર - વિધાનસભા ચૂંટણી 2022ને (Gujarat Assembly Election 2022 ) હવે ગણતરીના મહિના બાકી છે. ત્યારે રાજકારણમાં ઘણો ગરમાવો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત નેતાઓ પાર્ટીની અદલાબદલી કરી રહ્યાં છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ (Ashvin Kotwal Joins BJP)ભાજપમાં જોડાયા છે.
પહેલાં આપ્યું રાજીનામું પછી કર્યો ભાજપ પ્રવેશ - છેલ્લા લાંબા સમયથી કોંગ્રેસથી નારાજ ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલની ભાજપમાં જોડાવાની ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે આજે વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યને તેમણે ધારાસભ્યપદેથી રાજીનામું (Khedbrahma Congress MLA Ashvin Kotwal Resign) આપ્યું હતું. જે બાદ અશ્વિન કોટવાલ તેમના હજારથી વધુ સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ (Ashvin Kotwal Joins BJP)ગયાં. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કેસરીયો ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત કોટવાલે પણ પાટીલને પાઘડી પહેરાવીને સ્વાગત કર્યું હતું આ સાથે જ આદિવાસી પરંપરા મુજબ તીર કામઠું પણ પાટીલને આપ્યું હતું.
આ પણ વાંચોઃ અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાયા, કૉંગ્રેસે કામગીરીની પદ્ધતિના કારણે વધુ એક MLA ગુમાવ્યા
એનજીઓ વિશે બોલ્યાં કોટવાલ - ભાજપમાં જોડાયા (Ashvin Kotwal Joins BJP)બાદ અશ્વિન કોટવાલે જણાવ્યું હતું કે આદિવાસી સમાજને ગુમરાહ કરવાનું કામ કોઈ કરી રહ્યું છે. જ્યારે મોદીએ સીએમ હતા ત્યારે મેં વાત કરી હતી. આ ઉપરાંત ગુજરાતમાં શોષણ કરતા હોય તેવા એનજીઓ ચલાવવામાં આવી રહ્યા છે. ત્યારે વિદેશમાંથી આદિવાસીના નામે પૈસા લઈને એનજીઓ પોતાનું પેટ ભરીને ખીસ્સાં ભરે છે. એનજીઓ મામલે તેમણે મધુસુદનભાઈ અને સોનિયા ગાંધી તેમ જ રાહુલ ગાંધી અને પ્રદેશના નેતા અંગે જણાવ્યું હતું કે મધુસુદનભાઈ તેઓના ખાસ સંપર્કમાં છે. પરંતુ તેઓ એનજીઓ ચલાવે છે તેનાથી મને કોઈ પણ પ્રકારનો વાંધો નથી.
2007થી હું મોદીનો ભક્ત છુંઃ કોટવાલ -આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે 2007થી હું મોદીનો ભક્ત છું. પૃથ્વી ઉપરના કોઈ દેશને આવો વિકાસ પુરુષ નહીં મળે. જ્યારે 2007માં મોદીને મળ્યો હતો. ત્યારે તેમણે મને કહ્યું હતું કે દરેક આદિવાસી પાકા ઘરમાં રહે તેમજ દરેક આદિવાસીના છોકરા શિક્ષણથી વંચિત ન રહી જાય. આ ઉપરાંત દરેક આદિવાસીના ઘરમાં વીજળી અને પાણીની સુવિધા પણ મળવી જોઈએ તેવું મને મોદીસાહેબે (Ashvin Kotval Praised PM Modi ) કીધું હતું.
ભાંગરો પણ વાટ્યો - અશ્વિન કોટવાલે (Ashvin Kotwal Joins BJP) ભાંગરો વાટતાં કહ્યું હતું કે ત્રણ ટર્મના બદલે ત્રણ વર્ષથી હું ચૂંટાઈ આવું છું. તેમણે જણાવ્યું કે હું ભાજપમાં એક સૈનિક તરીકે જોડાયો છું અને આદિવાસીના પ્રશ્નોને હલ કરવા માટે જોડાયો છું. આદિવાસી વિસ્તારમાં વિકાસ થાય તે જરૂરી છે.
આ પણ વાંચોઃ કૉંગ્રેસમાં એક સાંધે ને તેર તૂટે જેવી સ્થિતિ... આજે લાગશે વધુ એક ઝટકો
ચૂંટણીના ટાણે પક્ષોની ગતિવિધિ તેજ - ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને (Gujarat Assembly Election 2022 ) લઈને હવે અનેક નેતાઓ આગામી સમયમાં ભાજપમાંથી કોંગ્રેસમાં અને કોંગ્રેસમાંથી ભાજપમાં તેમજ અન્ય પાર્ટીમાં પણ જોડાઈ શકે છે.
બાઈટ અશ્વિન કોટવાલ પૂર્વ ધારાસભ્ય ખેડબ્રહ્મા