મંદિરમાં ભગવાનને ઠંડીથી રક્ષણ મળે તે માટે હીટર મુકાયા
ભગવાનને શાલ પણ ઓઢાડવામાં આવી
કુમકુમ મંદિર ખાતે કરાઈ ખાસ વ્યવસ્થા
અમદાવાદઃ શિયાળાની ઋતુમાં ઠંડીમાં વધારો થતાં ભગવાનને પણ ઠંડી સામે રક્ષણ મળી રહે તેવા હેતુ અને ભક્તિ ભાવથી અમદાવાદના મણીનગરમાં આવેલા કુમકુમ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન માટે હીટર મૂકવામાં આવ્યા છે.
મહત્વનું છે કે શાસ્ત્રોમાં અષ્ટ પ્રકારની મૂર્તિ પ્રમાણ કરેલી છે. જેથી જે સેવા કરીએ તે સાક્ષાત્ ભગવાન અંગીકાર કરે છે. તે જ કારણથી શિયાળામાં ભગવાનની પાસે હીટર મૂકવામાં આવે છે તો ઉનાળામાં ગરમી દરમિયાન એરકન્ડીશન પણ મૂકવામાં આવે છે.