ETV Bharat / city

Olympics 2036 ની તૈયારીઓ માટે અમદાવાદ મ્યુ. કોર્પોરેશનને સૂચના આપવામાં આવી : CM Rupani - સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ

ઓલમ્પિક્સ 2036 ભારતમાં ( Olympics 2036 in India ) અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરમાં યોજાય તે માટે કેન્દ્રથી લઈને રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તાજેતરમાં જ AUDA દ્વારા શહેરમાં ઓલમ્પિક્સ ગેમ્સ ( Olympics Games ) ના આયોજન માટે ગેપ એનાલિસિસ સર્વે ( Gap Analysis Survey ) નું ટેન્ડર પણ બહાર પાડ્યું છે. ત્યારે CM Rupani એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને તૈયારીઓ કરવા સૂચના આપી છે.

Olympics 2036 in India
Olympics 2036 in India
author img

By

Published : Jun 10, 2021, 4:45 PM IST

  • Olympics 2036 નું આયોજન થઈ શકે છે ભારતમાં
  • ગુજરાતના અમદાવાદમાં પણ કરવામાં આવશે આયોજન
  • રાજ્ય સરકારે અમદાવાદ મ્યુ. કોર્પોરેશનને આપી સૂચના

ગાંધીનગર : વિશ્વમાં સૌથી મોટી રમત એટલે કે ઓલમ્પિક્સ ગેમ્સ ( Olympics Games ) ની યજમાની વર્ષ 2036માં ભારત દ્વારા કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. ત્યારે તેની તૈયારીના ભાગરૂપે કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને સુચના આપી છે. જેને અનુલક્ષીને રાજ્ય સરકારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ( Ahmedabad Municipal Corporation ) ને ઓલમ્પિક્સની તૈયારીઓ અને આંતરમાળખાકીય સુવિધાઓ બનાવવા માટેની સૂચના આપવામાં આવી છે.

Olympics 2036 ની તૈયારીઓ માટે અમદાવાદ મ્યુ. કોર્પોરેશનને સૂચના આપવામાં આવી

તાજેતરમાં જ AUDA દ્વારા Gap Analysis માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું

ઓલમ્પિક્સ 2036 ભારતમાં ( Olympics 2036 in India ) યોજાય તે માટેના પ્રયત્નો પૂરજોશમાં કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ બાબતે ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ( Ahmedabad Municipal Corporation ) ને તમામ તૈયારીઓ કરવાની અત્યારથી જ સૂચના આપી દેવામાં આવી છે. જ્યારે ભારતમાં ઓલિમ્પિકના સંભવિત આયોજનને લઇને ગેપ એનાલિસિસ ( Gap Analysis ) પણ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ( Sardar Patel Sports Complex ) ખાતે ઓલમ્પિક યોજાઈ શકે કે કેમ તે માટે ( Gap Analysis Survey ) માટે ટેન્ડર પણ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ( AUDA ) દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

અમદાવાદ-ગાંધીનગરમાં થઈ શકે છે Olympics Games નું આયોજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટેરા સ્ટેડિયમના ઉદ્ઘાટન પ્રસંગે સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ ( Sardar Patel Sports Complex ) નું ભૂમિપૂજન ઓલમ્પિક્સ ( Olympics Games ) અને કોમનવેલ્થ ગેમ્સ યોજાય તે હેતુથી કરવામાં આવ્યું હોવાનું નિવેદન આપ્યું હતું. ઓલમ્પિક્સ 2036 ભારતમાં ( Olympics 2036 in India ) યોજવામાં આવે તેમાં પણ અમદાવાદ અને ગાંધીનગરની પસંદગી કરવામાં આવી તે માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણી ( CM Rupani ) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો આભાર માન્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.