- 1280માં ગુજરાતીમાં પહેલું નાટક લખાયેલુ
- 1851 નર્મદે ‘બુધ્ધિવર્ધક’ નામની સંસ્થા શરૂ કરી
- પ્રેક્ષકોની તાળી અને ચિચિયારીઓ જ કલાકાર માટે સર્વસ્વ
અમદાવાદ: ભગવદ ગોમંડલ ગ્રંથના આધારે માની શકાય કે, પૂર્વ 1280માં ગુજરાતીમાં પહેલું નાટક લખાયેલું. ત્યારબાદ 1851 નર્મદે ‘બુધ્ધિવર્ધક’ નામની સંસ્થા શરૂ કરી એ જ અરસામાં શેકસપિયર કલબની સ્થાપના મુંબઇમાં થઇ. આ સમયને ગુજરાતી રંગભૂમિનો ઉદભવ સમય હોવાનું આ ગ્રંથ લખે છે. એ સમયમાં સ્ત્રી પાત્રો રંગમંચ ઉપર આવતા નહીં તેથી પુરૂષો જ સ્ત્રી પાત્રોના અભિનય ભજવતા.
એકબીજા કલાકારોનએ ટેલિફોનિક શુભેચ્છાઓ આપીને આ દિવસની ઉજવણી કરી હતી
કોરોનાના આ કપરા કાળમાં કલાકારો અત્યારે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. તેવું નાટ્યજગતના કલાકારો રાગી જાની અને શિલ્પા ઠાકરે જણાવ્યું હતું. દર વર્ષે વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કોઈ નાટકના મંચની સાથે અથવા નાટ્યપઢન સાથે પ્રેક્ષકોની હાજરી વચ્ચે કરવામાં આવતું હોય છે. હાલની પરિસ્થિતિને કારણે એકબીજા કલાકારોનએ ટેલિફોનિક શુભેચ્છાઓ આપીને આ દિવસની ઉજવણી કરી હતી.
નાટ્ય કલાકાર રાગી જાની એ તેમના ગુજરાતી નાટક "પ્રીત, પિયુ અને પાનેતર" વિશે વાત કરી
નાટ્ય કલાકાર રાગી જાની એ તેમના ગુજરાતી નાટક "પ્રીત પિયુ અને પાનેતર" વિશે વાત કરતા જણાવ્યું હતું કે, તેમના પિતાજી સ્વ.વિનોદ જાની દ્વારા આ નાટકનું નિર્માણ અને લેખન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી માં જેના 12,000થી પણ વધારે મંચન થઈ ગયેલા છે. છેલ્લા 60 વર્ષથી આ નાટક અલગ-અલગ પેઢીના કલાકારો દ્વારા મંચન કરવામાં આવી રહ્યું છે. જે એક રેકોર્ડ કહી શકાય. વધુ માં તેમણે કહ્યું હતું કે, રંગભૂમિ દિવસે જ સ્વ. વિનોદ જાનીનો જન્મદિવસ હોવાના કારણે તેમનો પરિવાર આ દિવસની ખાસ ઉજવણી પણ કરતા હોય છે.
આ પણ વાંચો: વિશ્વ રંગભૂમિ દિવસે કલાકાર રાજૂ બારોટ સાથે ETV ભારતની ખાસ વાતચીત
નવી પેઢીને ગુજરાતીની જૂની રંગભૂમિ અને નવી રંગભૂમિનું શિક્ષણ
નાટ્યવિદ શિલ્પા ઠાકરએ કહ્યું હતું કે, તેઓ નવા કલાકારોને નાટ્યની કોલેજમાં પણ તાલીમ આપી રહ્યા છે. નવી પેઢીને ગુજરાતીની જૂની રંગભૂમિ અને નવી રંગભૂમિનું શિક્ષણ આપીને તખ્તો ક્યારેય ના છોડવા જણાવ્યું હતું.
સરકાર કલાકારોને કોરોનાના સમયમાં મદદરુપ બને તેવી અપીલ
પ્રેક્ષકોની તાળી અને ચિચિયારીઓ જ કલાકાર માટે સર્વસ્વ છે. તેવું તખ્તાના કલાકારો જ અનુભવ કરી શકે છે. સાથે જ હાલની પરિસ્થિતિમાં સરકાર કલાકારોને કોરોનાના સમયમાં મદદરુપ બને તેવી અપીલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: વડોદરાને કલાનગરી કહેવાતા કલાકારો ને આર્ટ ગેલેરી ક્યારે મળશે
ઓડિટોરિયમ બંધ હોવાથી કલાકારોની આર્થિક હાલત ખરાબ
હાલના સમયમાં દરેક ઓડિટોરિયમ બંધ હોવાથી કલાકારો કે જેઓની આર્થિક હાલત દિવસેને દિવસે ખૂબ ખરાબ થઈ રહી છે. તેવા સમયમાં પણ આ કલાકારો ઘરે રહીને વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે જલ્દીથી કલાકારો તખ્તા પર પાછા ફરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.