ETV Bharat / city

રાણીપમાં આંદોલન શરૂ થતાં પહેલાં જ NSUI કાર્યકર્તાઓની ધરપકડ - એનએસયુઆઈ વિરોધ

કોંગ્રેસ દ્વારા શાળા સંચાલકો દ્વારા મનમાની ફી વસૂલવાનો મુદ્દો હજુ પણ શમ્યો નથી. સરકારે 25 ટકા ફીની વાત કરી જોકે કોંગ્રેસની માગણી હતી કે એક સત્રની ફી માફ કરવામાં આવે. અમદાવાદના રાણીપમાં શાળા ફીના મુદ્દે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા વિરોધ કાર્યક્રમ આપવામાં આવનાર હતો. જોકે કાર્યક્રમની શરુઆતે જ કાર્યકર્તાઓને પોલીસે ડીટેઇન કરી લીધાં હતાં.

રાણીપમાં આંદોલન શરૂ થતાં પહેલાં જ એનએસયુઆઈ કાર્યકર્તાઓની ધરપકડ

author img

By

Published : Oct 1, 2020, 3:20 PM IST

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા જે 25 ટકા ફીની જે જાહેરાત કરવામાં આવી છે તે લોલીપોપ સમાન છે ત્યારે NSUI અનોખી રીતે આ લોલીપોપનો વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને યોગ્ય રજૂઆત કરી આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કલેકટર કચેરીએે યોજવામાં આવ્યો હતો.

હોબાળો મચાવતાં કાર્યકરોને પોલીસે ડીટેઇન કરી લીધાં હતાં.

એનએસયુઆઈ દ્વારા આ આંદોલનની શરૂઆત કરતાંની સાથે જ પોલીસ દ્વારા કાર્યકર્તાઓને ડિટેઇન કરવામાં આવ્યાં હતાં અને રાણીપ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યાં હતાં. આ મુદ્દે રાણીપ પોલીસ સ્ટેશનના પીઆઈ જે. બી. ખાંભલાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ દ્વારા કોઈપણ જાતની મંજૂરી માગવામાં આવી ન હતી તે કારણસર ડિટેઇન કરવામાં આવ્યાં હતાં.
શાળા ફીના મુદ્દે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા વિરોધ કાર્યક્રમ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.