- સાયબર ક્રાઈમે ગુનો નોંધીને બહુચરાજી પાસેથી યુવકની ધરપકડ કરી
- સાયબર ક્રાઇમે બહુચરાજી પાસેથી ધરપકડ કરી
- પોલીસથી બચવા આરોપીએ ફેક ઈન્સ્ટાગ્રામ ID બનાવ્યું
અમદાવાદ: રાજ્યમાં સાયબર ક્રાઇમના ગુનામાં અનેક ગણો વધારો થયો છે. ત્યારે મોર્ફ ફોટા બનાવીને મહિલાને બ્લેકમેઈલ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર યુવકની ફ્રેન્ડ રિકવેસ્ટ ન સ્વીકારનારી યુવતી અને તેની બહેનના મોર્ફ ફોટા બનાવીને વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. જે અંગે સાયબર ક્રાઈમે ગુનો નોંધીને બહુચરાજી પાસેથી એક યુવકની ધરપકડ કરી છે.
યુવતી ના કહેશે તો તે ફોટા વાયરલ કરવાની ધમકી
આરોપીએ બે મહિલાના મોર્ફ ફોટા બનાવીને યુવતીને બ્લેકમેઈલ કરી હતી અને ધમકી પણ આપી હતી કે, જો યુવતી ના કહેશે તો તે ફોટા વાયરલ કરી દેશે. પોલીસથી બચવા આરોપીએ બનાવટી ઈન્સ્ટાગ્રામ ID બનાવ્યા હતા. જોકે, સાયબર ક્રાઈમે તપાસ કરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. સાયબર ક્રાઈમે પકડેલા આરોપીનું નામ સ્મિત ઉર્ફે લાલો અતુલ પટેલ છે.
આ પણ વાંચો: વલસાડની યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકી આપનારો શખ્સ ગાંધીનગરથી ઝડપાયો
આરોપીએ કોલેજ સુધીનો અભ્યાસ કર્યો છે
જે મૂળ બહુચરાજીની રાજેશ્વરી સોસાયટીનો વતની છે. જ્યારે પોલીસે આરોપી સ્મિતની પૂછપરછ કરતા સામે આવ્યું કે, આરોપીએ કોલેજ સુધીનો અભ્યાસ કર્યો છે અને છેલ્લા એક વર્ષથી ITIમાં અભ્યાસ કરી રહ્યો છે. 6 મહિના પહેલા આરોપીએ યુવતીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. જેનો અસ્વીકાર કરતા યુવકે આ કૃત્ય કર્યુ છે. ત્યારે આરોપીએ અન્ય કોઈ યુવતીના મોર્ફ ફોટા બનાવ્યા છે કે નહીં તેની સાયબર ક્રાઈમ હવે તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદ: વેપારીની પુત્રીના ફોટા વાયરલની ધમકી આપી કોન્સ્ટેબલે 15 લાખ માગ્યા