- ગુજરાત કોંગ્રેસે પેગાસસ મુદ્દે નોંધાવ્યો વિરોધ
- દેશના વડાપ્રધાન સામે તપાસ સાથે અમિત શાહનું રાજીનામું માંગ્યુ
- દેશ અને જનતા વિરુદ્ધનું કૃત્ય:અર્જુન મોઢવાડીયા
અમદાવાદ : પેગાસસ સોફ્ટવેર મામલે દેશના નાગરિકોના ફોન હેક કરીને જાસૂસી મામલે લોકસભામાં ભારે હોબાળો મચી ગયો હતો. આ મામલે વિવિધ રાજકીય પક્ષો દ્વારા આમને-સામને આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રાજ્યોના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, જો કોઈ વ્યક્તિએ આ બાબતનો વિરોધ કરે કે તમે પાકિસ્તાન કે ચીનની જાસૂસી કેમ કરો છો તો તે દેશ વિરોધી છે તે સમજી શકાય છે પરંતુ તમે પોતાના જ દેશના લોકોને શંકાસ્પદ દ્રષ્ટિથી જુઓ અને તેમના અંગત જીવન પર હુમલો કર્યો.
વિપક્ષની ફરજ છે જનતાની પક્ષમાં બોલવું
ભાજપના નેતાઓની દ્રષ્ટિએ સરકારના ખોટા કામનો વિરોધ કરવો તે રાષ્ટ્ર વિરોધી કામ છે. વિપક્ષ તરીકે જનતાના બંધારણીય અધિકારો છીનવાતા હોય ત્યારે વિરોધ કરવો અમારી ફરજ છે. અમે સ્પષ્ટપણે માનીએ છે કે પોતાના જ દેશના નાગરિકોની જાસુસી બંધારણ વિરુદ્ધનું કૃત્ય છે એટલું જ નહીં દેશના નાગરિકો અને દેશ વિરુદ્ધનું કૃત્ય છે જેમણે પણ આવું કૃત્ય કર્યું હોય તેમને જેલમાં નાખવા જોઈએ અને અમારી માંગ છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે તપાસ થવી જોઇએ તો બીજી તરફ દેશના ગૃહપ્રધાન અમિત સાહે રાજીનામું આપવું જોઈએ.
આ પણ વાંચો : Pegasus જાસૂસીકાંડની SCના જજ દ્વારા તપાસ કરવાની માગણી છે: શક્તિસિંહ ગોહિલ
કોંગ્રેસ ધારાસભ્યના ફોન હેક થયા
અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું કે ગુજરાતની જનતા 2017 અને 2020ની રાજ્ય સભાની ચૂંટણીઓ દરમિયાન કર્ણાટક અને મધ્ય પ્રદેશની જેમ કોંગ્રેસના આગેવાનો અને ધારાસભ્યોના ફોન હેક કરવામાં આવ્યા હોવાનો સણસણતો આક્ષેપ કર્યો હતો અને આ ઘટનાની તપાસ કરવામાં આવે તો કોના ફોન હેક થયા હતા તેની સામે કયા ધારાસભ્યની કેટલા રૂપિયામાં ખરીદી થઈ હતી તે શોધવાની ઘટના પણ સામે આવશે.
ફોન કરવામાં આવે છે હેક
સોફ્ટવેર દ્વારા કોઇ ના પણ ફોન ઉપર સાયબર એટેક કરીને આખો મોબાઈલ ફોન જ હેક કરીને દુનિયાના અમુક દેશોની સરકારના વિરોધીઓની અને મહાનુભાવોની જાસૂસી કરવાની ઘટના તો હમણાં બહાર આવી પરંતુ અમદાવાદમાં ઈઝરાઈલ કંપનીના હેકિંગ સોફ્ટવેર મારફત અમદાવાદમાં જ સરકાર દ્વારા વિરોધીઓના મોબાઈલ ફોન ટેપ કરવાની સંખ્યાઓ અને ફરિયાદો અને અખબારી અહેવાલો પણ બહાર આવ્યા હતા.
આ પણ વાંચો : Israeli software Pegasusમાં થઇ રહેલી જાસુસીમાં ગુજરાતના પ્રવિણ તોગડિયાનું નામ સામે આવ્યું
વિજય રૂપાણીએ આપ્યો વળતો જવાબ
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પણ ચેતવણી આપતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે અગાઉ 2002માં જે તે વખતેના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના જ આગેવાન હરેન પંડ્યા તથા વિરોધ પક્ષના નેતાઓના ફોન ટેપ કરવાની સૂચના રાજ્યના ગુપ્તચર વિભાગના અધિકારીઓને આપી હતી તે બાબત રેકોર્ડ ઉપર પણ મોજૂદ છે 2009માં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના થી જે તે વખતના ગૃહપ્રધાન અમિત શાહ એક યુવતીની તેના બેડરૂમ સુધી જાસૂસી કરવામાં આવી હતી અને તે બાબતની એક આઇપીએસ અધિકારીની વાતચીતની આખી ઘટના પણ રેકોર્ડ ઉપર મોજુદ છે.