ETV Bharat / city

અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ બનવાની રેસમાં અર્જુન મોઢવાડીયા અને ભરતસિંહ સોલંકી - AHMEDABAD DAILY UPDATES

ગુજરાત રાજ્યમાં દોઢ વર્ષ પછી વિધાનસભાની ચુંટણીઓ યોજાવાની છે. જેને ધ્યાને રાખી ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીનું જૂથ સક્રિય બન્યું છે. ગુજરાત કોગ્રેસના પ્રમુખ તથા વિઘાનસભાના વિરોધપક્ષના નેતાના બન્ને પદ માટે લોબીગ જોવા મળી રહ્યું છે. જો.કે દિલ્હી દરબારમાં આ અંગે મંથન ચાલુ થયુ છે. આ વચ્ચે અચાનક ભરતસિંહ સોલંકીએ દિલ્લી દરવાજે પહોંચી જતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ બનવાની રેસમાં અર્જુન મોઢવાડીયા અને ભરતસિંહ સોલંકી

author img

By

Published : Jun 8, 2021, 11:43 AM IST

  • ગુજરાત કોંગ્રેસમાં મનોમંથન યથાવત
  • કોંગ્રેસ હાઇકમાન્ડ પણ ગુજરાત પ્રમુખ, વિપક્ષ નેતાને લઈ સતત મનોમંથનમાં
  • ક્યાં નામ પર આખરી મહોર લગાવી તેને લઈ સતત હાઇકમાન્ડમાં ચર્ચા

અમદાવાદ: ગુજરાતની રાજનીતિમાં ધીમે ધીમે ગરમાવો આવી રહ્યો છે. ત્યારે ગુજરાત પ્રભારી, પ્રમુખ અને વિધાનસભા વિપક્ષ નેતાની રેસમાં હાઇકમાન્ડ પણ માથા પછાડી રહી છે.. હાઇકમાન્ડમાં પણ નામોને લઈ સતત લોબિંગ જોવા મળી રહ્યું છે. પ્રમુખ પદે ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડીયા સૌથી આગળ છે. તો બીજી તરફ પ્રભારીને લઈ હાઇકમાન્ડમાં અનેક નામોની ચર્ચા યથાવત છે. આ તમામ વચ્ચે અચાનક ભરતસિંહ સોલંકી દિલ્લીના દરવાજા ખખડાવતા રાજકારણ ફરી ગરમાવ્યું છે.

આ પણ વાંચો: કોંગ્રેસે શપથપત્ર નહીં, માફીપત્ર જાહેર કરવું જોઈએ: BJP પ્રવક્તા યમલ વ્યાસ

ગુજરાત કોંગ્રેસમાં પ્રમુખ બનવાની રેસ

ગુજરાત કોંગ્રેસના પ્રમુખપદ માટે પુર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયા પુર્વ પ્રમુખ અને પુર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકી તથા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ હાલ પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં 2022ની ચુટંણી આડે માત્ર દોઢ વર્ષ બાકી છે. ત્યારે મુખ્ય બે પદ માટે કોંગ્રેસમાં જબરદસ્ત રેસ બની છે. ગત શનિવારે માંડી સાંજે વિરમગામના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડના ફાર્મહાઉસ ખાતે ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં ઠાકોર સમાજ અને કોળી સમાજના ધારાસભ્યોની બેઠક મળી હતી. જેમાં મુખ્ય બે પૈકીનું એક પદ ઓબીસી ઠાકોર કે કોળીને આપવાની માંગ ઉઠી છે.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ ચૂંટણીઃ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન કિરીટ પટેલનું કોંગ્રેસમાંથી રાજીનામું

કોને બનાવવાશે ગુજરાતના કોંગ્રેસ પ્રભારી

હાઇકમાન્ડ તરફથી જે પ્રકારે મનોમંથન ચાલી રહ્યું છે. તેમાં અવિનાશ પાંડેની વાત કરવામાં આવે તો તેઓ રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી રહેલા છે અને ત્યાં તેઓમાં નેતૃત્વમાં સરકાર પણ બની છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી એવા નેતાને બનાવવામાં આવશે કે જે અશોક ગહેલોતની પહેલી પસંદ હોય તેવું રાજકીય વિશ્લેષકનું માનવું છે કારણ કે, અશોક ગહેલોત ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં નજીક થી તેઓ અવગત છે. તો બીજી તરફ અવનિશ પાંડે રાજસ્થાનના મુખ્યપ્રધાનની નજીક હોવાથી તેમની પસંદગી ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે થવાની શક્યતા પણ જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.