ETV Bharat / city

Appointment of Chancellors Gujarat: કોંગ્રેસના ગુજરાત સરકાર પર પ્રહાર, કહ્યું10 વર્ષમાં લાયકાત વગરના લોકોને આપ્યું યુનિવર્સિટીના કુલપતિનું પદ - જૂનાગઢ યુનિવર્સિટીના કુલપતિ

મનીષ દોશીએ રાજ્યની યુનિવર્સિટીઓમાં લાયકાત વગરના લોકોને કુલપતિ (University Chancellors In Gujarat) બનાવવાના મુદ્દે સરકાર પર ઉકળ્યાં છે. તેમણે જણાવ્યું કે કોલેજમાં પ્રોફેસર તરીકેનો 10 વર્ષનો અનુભવ હોય તો જ કુલપતિ બની શકાય. જ્યારે ગુજરાતમાં પ્રોફેસરનો પણ અનુભવ ન હોય તેઓ કુલપતિના પદે છે.

Appointment of Chancellors Gujarat: કોંગ્રેસના ગુજરાત સરકાર પર પ્રહાર, કહ્યું- છેલ્લા 10 વર્ષમાં લાયકાત વગરના લોકોને આપ્યું યુનિવર્સિટીના કુલપતિનું પદ

author img

By

Published : Mar 7, 2022, 8:42 PM IST

અમદાવાદ: કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ગુજરાત સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકારે છેલ્લા 10 વર્ષમાં ગુજરાતની અનેક યુનિવર્સિટીમાં લાયકાત વિનાના લોકોને કુલપતિ (University Chancellors In Gujarat)નું પદ આપ્યું છે. આ સરકારની ઠેકડી ઉડતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ નોંધ લેવામાં આવી છે. ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ (chancellor of children university) હર્ષદ શાહ જે માત્ર BSC ગ્રેજ્યુએટ હોવા છતાં તેમને યુનિવર્સિટીમાં કુલપતિનું પદ (Appointment of University Chancellors Gujarat) આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Appointment of Chancellors Gujarat: કુલપતિઓની નિમણૂક UGCના નિયમોનુસાર થવી જોઈએ: કિરીટ પટેલ

એક દિવસ પણ પ્રોફેસર ન બનેલા લોકો કુલપતિ બન્યા: કોંગ્રેસ

મનીષ દોશીએ કહ્યું હતું કે, કોલેજમાં પ્રોફેસર તરીકે 10 વર્ષનો અનુભવ હોય તો જ કુલપતિ બની શકાય છે, ત્યારે ગુજરાતની અનેક યુનિવર્સિટીમાં પ્રોફેસરનો પણ યોગ્ય અનુભવ (experience for University Chancellor) ન હોવા છતાં કુલપતિનું પદ ધરાવી રહ્યા છે. જેમાં ખાસ કરીને કમલેશ જોશીપુરા જે એક દિવસ પણ કોલેજના પ્રોફેસર ન બન્યા હોવા છતાં તેમની વિશ્વ વિદ્યાલયના કુલપતિ તરીકે 2 વખત નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ UGCની લાયકાત ન ધરાવતા શશીરંજન યાદવને પણ કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને હાલમાં પણ હર્ષદ પટેલ પણ હાઇકોર્ટના જજમેન્ટ મુજબ લાયકાત ધરાવતા નથી.

આ પણ વાંચો: 500 crore land scam : પ્લોટ સુનિશ્ચિત લોકોને જ આપવામાં આવ્યાં હોવાનો ઇન્દ્રનીલ રાજ્યગુરુનો આક્ષેપ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 2 ભાગ કરી જૂનાગઢ યુનિવર્સિટી અલગ કરી હતી

મનીષ દોશીના જણાવ્યા પ્રમાણે, અગાઉ ગુજરાત સરકાર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (saurashtra university gujarat) ના 2 ભાગ કરીને જ જૂનાગઢ યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ યુનિવર્સિટી (junagadh university chancellor)ના કુલપતિ ચેતન ત્રિવેદી પણ પ્રોફેસરની લાયકાત ધરવતા નથી. ગુજરાત કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે કે, જે યુનિવર્સિટીના કુલપતિ લાયકાત વિના હોય તેમના તાત્કાલિક રાજીનામા લઈને તેમને ઘરે બેસાડવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.