અમદાવાદઃ નોંધનીય છે કે છેલ્લાં 9 દિવસથી ATSની ટીમોએ અમદાવાદ સહિત કચ્છ, મોરબી, ભાવનગર અને અમરેલી સહિતનાં વિવિધ સ્થળોએ દરોડા પાડ્યાં હતાં. જેમાં અત્યાર સુધીમાં કુલ 50 જેટલા ગેરકાયદે ભારતીય અને વિદેશી બનાવટના હથિયારો જપ્ત કરવામાં આવ્યાં છે.
ગુજરાત ATSને આ વધુ એક સફળતા હાંસલ થઇ છે. ATSની ટીમે રાજ્યમાં ચાલી રહેલ ગેરકાયદે હથિયારોની હેરાફેરીને લઇને પર્દાફાશ કર્યો છે. જેમાં ATSની ટીમે 50 હથિયારો સાથે 13 આરોપીઓની ધરપકડ કરી છે. રાજ્યનાં કચ્છ, સુરેન્દ્રનગર અને મોરબી સહિતનાં શહેરોમાં દરોડા પાડીને આ હથિયારોને જપ્ત કર્યા છે. આ મામલે અમદાવાદમાં ગનની ગેરકાયદે ડીલ કરતા ગન હાઉસના માલિક તરુણ ગુપ્તાની ધરપકડ કરીને તેની પૂછપરછ કરી હતી. આ અગાઉ પણ ગત અઠવાડિયે જ ગુજરાતનાં અલગઅલગ જિલ્લાઓમાં દરોડા પાડીને ATSએ 54 વધુ હથિયારોને જપ્ત કરી 9 આરોપીની ધરપકડ કરી હતી.
ત્યારે એવામાં ગુજરાત ATSએ તાજેતરમાં ફરી અમદાવાદ સહિત રાજ્યના પાંચ જિલ્લાઓમાં ગેરકાયદે હથિયારો રાખવાનાં નેટવર્કનો પર્દાફાશ કરી 50 ગેરકાયદે વિદેશી અને ભારતીય બનાવટના હથિયારો, કારતૂસ સાથે 13 આરોપીઓની ધરપકડ કરી છે.