ETV Bharat / city

AMCની વધુ એક પહેલ, રૈનબસેરામાં રાત્રે વેક્સીનેસન ડ્રાઈવનું આયોજન કરાયું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત રૈનબસેરામાં વસતાં શ્રમિકો માટે અનોખી પહેલરુપે રાત્રે વેક્સીનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલું છે. ખોખરા નજીક આવેલા રૈનબસેરામાં શ્રમિકો માટે વેક્સીનેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

author img

By

Published : Aug 11, 2021, 1:34 PM IST

AMCની વધુ એક પહેલ, રૈનબસેરામાં રાત્રે વેક્સીનેસન ડ્રાઈવનું આયોજન કરાયું
AMCની વધુ એક પહેલ, રૈનબસેરામાં રાત્રે વેક્સીનેસન ડ્રાઈવનું આયોજન કરાયું
  • રાત્રિ દરમિયાન ખોખરા વિસ્તારમાં યોજાયો વેકસીન કેમ્પ
  • રૈનબસેરા ખાતે મજૂરો માટે ખાસ કેમ્પ યોજાયો
  • મેયર સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં

અમદાવાદઃ કોર્પોરેશનની વેક્સીનેશન ડ્રાઈવના આ કાર્યક્રમમાં 75થી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. જેમાં અમદાવાદના મેયર શ્રી કિરીટભાઇ પરમાર, મણિનગર વિધાનસભાના ધારાસભ્ય સુરેશભાઇ પટેલ સાથે સ્ટે.કમિટીના ચેરમેન હિતેશ બારોટ હાજાર રહ્યાં હતાં.

આધારકાર્ડ ન હોય તો પણ વેક્સીનેશન
જ્યારે આ વેક્સીનેશનમાં જે શ્રમિક પાસે આધારકાર્ડ નહીં હોય તેવા લોકોને પણ વેકસીન આપવામાં આવશે. જ્યારે આવા લોકોને સ્પેશિયલ કેસમાં વેક્સીન આપશે. જ્યારે હાલમાં તો જેમની પાસે આધારકાર્ડ છે તેવા લોકોને વેકસીન આપવામાં આવે છે. શ્રમિકો દિવસ દરમિયાન મજૂરી કરીને રાત્રે પરત ફરતાં હોય છે એટલે એ લોકોનો રોજગારીનો દિવસ ન પડે તે માટે આ રાત્રિ વેક્સીનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.

ગાઈડલાઈનનું પાલન જોવા ન મળ્યું
ત્યારે આ વેકસીનેશન ડ્રાઈવમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ જોવા મળ્યો હતો. કોઈ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ જળવાતું જોવા મળ્યું ન હતું. ત્યારે આ કાર્યક્રમમાં મેયર દ્વારા શ્રમિકોનું સન્માન તેમજ નર્સનું ફૂલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે રૈનબસેરામાં એક દિવસમાં 50થી 70 લોકોને વેક્સીન આપવામાં આવશે.

આ પણ વાંચોઃ સરકારી અધિકારીએ હાઇકોર્ટે પાંચ વખત આદેશ કર્યો છતાં પાલન ન કરતા કોર્ટે શું કહ્યું ?

આ પણ વાંચોઃ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અમેરિકન નાગરિકોને છેતરતું બોગસ કોલ સેન્ટર ઝડપાયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.