- નવી ગુજરાતી વેબ સિરીઝ "વાત વાતમાં"
- મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે
- માર્ચ મહિનામાં OTT પ્લેટફોર્મ પર થશે રિલીઝ
અમદાવાદ: દેશ-વિદેશમાં રહેતાં ગુજરાતી દર્શકો સમક્ષ રસપ્રદ કન્ટેન્ટ ધરાવતી વેબ સીરિઝ રજૂ કરવાના ઉદ્દેશ્ય સાથે મેગ્નેટ મીડિયા ફિલ્મ્સ દ્વારા ગુજરાતી વેબ સિરીઝ "વાત વાતમાંનું શૂટિંગ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. નિર્માતા ભાવેશ ઉપાધ્યાય અને ડાયરેક્ટર કર્તવ્ય શાહની આ સિરીઝમાં લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમની સાથે ચેતન દહિયા અને કૃપા પંડ્યા સહિતના કલાકારો પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.
એક અઠવાડિયાના શૂટિંગ બાદ વેબ સિરીઝ થશે રિલીઝ
આ રોમેન્ટિક વેબ સિરીઝનું શૂટિંગ 12 દિવસમાં સમાપ્ત કરી લેવાશે અને ત્રણ મહિના બાદ એટલે કે માર્ચ મહિનામાં તેને અગ્રણી OTT પ્લેટફોર્મ ઉપર રીલિઝ કરવામાં આવશે. સિરીઝના કુલ પાંચ એપિસોડ છે અને તેનું શૂટિંગ અમદાવાદમાં કરવામાં આવ્યું છે.
કોરોના વચ્ચે શૂટિંગમાં તકેદારી રાખવામાં આવી
મહત્વપૂર્ણ છે કે કોવિડ-19 સંબંધિત વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાઓનું સખ્તાઇથી પાલન સાથે આ સિરીઝનું શુટિંગ કરાશે, જેમાં માસ્ક, સેનિટાઇઝર્સના નિયમિત ઉપયોગ તથા ડૉક્ટરની હાજરી જેવી જરૂરી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.