ETV Bharat / city

આંધ્રપ્રદેશના અધિકારીઓ ગુજરાતની મુલાકાતે - Delegation of Town Planners

આંધ્ર પ્રદેશના સરકારી અધિકારીઓ, કમિશ્નરો અને ટાઉન પ્લાનર્સના ડેલિગેશનનું યજમાન બનતું ઈન્સ્ટીટ્યુટ ઓફ ટાઉન પ્લાનર્સ ઈન્ડિયા (આઈટીપીઆઈ) 25 સભ્યોની બનેલી ટીમ ગુજરાતમાં ટાઉન પ્લાનિંગના અમલીકરણ અને યોજનાઓની અસરોનો અભ્યાસ કરવા માટે ત્રણ દિવસની મુલાકાતે છે.

આંધ્રપ્રદેશના અધિકારીઓ ગુજરાતની મુલાકાતે

author img

By

Published : Feb 4, 2021, 10:53 PM IST

  • આંધ્રપ્રદેશના અધિકારીઓ ગુજરાતની મુલાકાતે
  • ગાંધી આશ્રમની લેશે મુલાકત
  • ટાઉન પ્લાનર્સના ડેલિગેશનનું યજમાન બનતું ઈન્સ્ટીટ્યુટ ઓફ ટાઉન પ્લાનર્સ ઈન્ડિયા

અમદાવાદઃ આંધ્ર પ્રદેશના સરકારી અધિકારીઓ, કમિશ્નરો અને ટાઉન પ્લાનર્સના ડેલિગેશનનું યજમાન બનતું ઈન્સ્ટીટ્યુટ ઓફ ટાઉન પ્લાનર્સ ઈન્ડિયા (આઈટીપીઆઈ) 25 સભ્યોની બનેલી ટીમ ગુજરાતમાં ટાઉન પ્લાનિંગના અમલીકરણ અને યોજનાઓની અસરોનો અભ્યાસ કરવા માટે ત્રણ દિવસની મુલાકાતે છે.

ટાઉન પ્લાનિંગનો કરવામાં આવશે અભ્યાસ

ઈન્સ્ટીટ્યુટ ઓફ ટાઉન પ્લાનર્સ ઈન્ડિયા (આઈટીપીઆઈ), આંધ્ર પ્રદેશ સરકારના હાઈલેવલ ડેલિગેશનનું યજમાન બન્યું છે. આ ડેલિગેશને ગુરૂવારના રોજ ગુજરાત રાજ્યમાં ટાઉન પ્લાનિંગની યોજનાઓ અને તેના અમલીકરણની કામગીરીનો અભ્યાસ શરૂ કર્યો છે.આંધ્ર પ્રદેશ સરકારના મ્યુનિસિપલ તંત્ર અને શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ વાય શ્રીલક્ષ્મીની આગેવાની હેઠળના આ ડેલિગેશનમાં 25 સભ્યોનો સમાવેશ થાયો છે.જેમાં સરકારી અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશ્નરો, ટાઉન પ્લાર્સતથા હાઉસિંગ તથા શહેરી વિકાસ ઓથોરિટીઝનો સમાવેશ થાય છે.

આંધ્રપ્રદેશ સરકારનું આયોજન

7,000થી વધુ સભ્યો અને દેશના મુખ્ય રાજ્યોમાં ચેપ્ટર્સ ધરાવતી આઈટીપીઆઈના નેશનલ પ્રેસિડેન્ટ એન. કે. પટેલ જણાવે છે કે “આંધ્ર પ્રદેશ સરકાર તેમના રાજ્યના અર્બન લોકલ બોડીઝમાં ટાઉન પ્લાનિંગની યોજનાઓનું અમલીકરણ કરવા માંગે છે. આ ડેલિગેશન અહિંયા ગુજરાતની ટાઉન પ્લાનિંગ યોજનાઓના અમલીકરણનો અભ્યાસ કરવા માટે આવ્યા છે અને તેની શહેરી વિકાસ પર થયેલી અસરોનો અભ્યાસ કરશે. અમે આ ડેલિગેશન સાથે સુસંકલિત ટાઉન પ્લાનિંગ અંગે આઈટીપીઆઈનો દ્રષ્ટિકોણ રજૂ કરતાં આનંદ અનુભવીશું.”

17 વર્ષના અનુભવી અધિકારી કરશે પ્રેઝન્ટેશન

પટેલ કે જે 17 વર્ષ સુધી ગુજરાત સરકાર અને ઔડામાં ટાઉન પ્લાનર તરીક સેવા આપી ચૂક્યા છે, તેમણે ટાઉન પ્લાનિંગના વિવિધ પાસાંઓ અંગે તેમની આઈટીપીઆઈ ઓફિસ ખાતે ડેલિગેશન સમક્ષ પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યું હતું. આ અગાઉ આજે દિવસ દરમિયાન ડેલિગેશને ગાંધી આશ્રમ અને સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લીધી હતી.
શુક્રવારના રોજડેલિગેશન એસપી રીંગ રોડની મુલાકાત લઈ ટાઉન પ્લાનિંગ યોજનાનો પ્રથમદર્શી અનુભવ મેળવશે. આ ટીમ ઔડાના અધિકારીઓ અને ટાઉન પ્લાનર્સ સથેટીપી યોજનાઓના પુનઃઘડતર અંગે ચર્ચા કરશે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુલાકાત લઈ સિસ્ટમ ઓફ ટ્રાન્સફર ઓફ ડેવલપમેન્ટ રાઈટસ (ટીડીઆર), સ્લમ ઈમ્પ્રુવમેન્ટ સ્કીમ અને ટ્રાન્ઝીટ ઓરિએન્ટેડ વિકાસ અંગે સમજ પ્રાપ્ત કરશે.આ અધિકારીઓ તેમની અભ્યાસ મુલાકાત પૂર્ણ કરતાં પહેલાં દેશના એક માત્ર ઈન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસીસ સેન્ટર (આઈએફએસસી) ગણાતા ગિફ્ટ સીટીની પણ મુલાકાત લેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.