- આણંદની 2 યુવતીએ એક વર્ષ અગાઉ ગુમાવી હતી માતા
- બંને યુવતીઓ પાસે કલાનો ખજાનો છે
- એક દીકરીએ માતાની યાદમાં ચિત્ર દોર્યા તો બીજી દીકરીએ કવિતાનું પુસ્તક લખ્યું
- અમદાવાદના રવિશંકર રાવળ કલાભવનમાં બંને મહિલાનું પેઈન્ટિંગ એક્ઝિબિશન યોજાયું
- એક અઠવાડિયા સુધી યોજાયેલા એક્ઝિબિશનનો કેબિનેટ પ્રધાન પ્રદિપ પરમારે કરાવ્યો પ્રારંભ
અમદાવાદઃ શહેરમાં રવિવારે આણંદની 2 યુવતીની (Anand Sisters) પેઈન્ટિંગ કલાનું એક્ઝિબિશન (Painting Exhibition) યોજાયું હતું, જેમાં કેબિનેટ પ્રધાન પ્રદિપ પરમાર (Cabinet Minister Pradip Parmar) ઉપસ્થિત રહ્યા હતા. આ બંને યુવતીઓએ એક વર્ષ પહેલા લાંબી બીમારી પછી પોતાની માતા ગુમાવી હતી. ત્યારબાદ બંને બહેનો 9 મહિના સુધી આઘાતમાં હતી. જોકે, આ બંને કલાકાર બહેનોએ પોતાની કલાથી પોતાની માતાને કલાંજલિ અર્પણ કરી છે, જેમાંથી એક બહેન માતા અને બાળકના વાત્સલ્ય દર્શાવતી પેઈન્ટિંગ્સ બનાવે છે. તો બીજી બહેન આ પેઈન્ટિંગ્સને કાવ્યાત્મક સ્વરૂપ આપે છે. ત્યારે અમદાવાદમાં પણ આ બંને બહેનોની કલાનું પ્રદર્શન કરવા એક્ઝિબિશન યોજાયું હતું, જેને સારો પ્રતિસાદ મળ્યો હતો.
બંને મહિલાઓએ પોતાની કળાથી માતાને અમર કરી
કહેવાય છે કે, કલા એક એવું માધ્યમ છે કે, જ્યાં કલાકાર તેની કલાકૃતિ થકી સદૈવ માટે અમર બની જાય છે. આવું જ એક સપનું સાકાર કરવા આણંદની 2 બહેનોએ જેમણે વર્ષ 2020માં પોતાની માતા છત્રછાયા ગુમાવી હતી. તેમણે પોતાની માતાને અનોખી રીતે શ્રદ્ધાંજલી પાઠવી છે.
આ પણ વાંચો- આજથી થયો ગીર સાસણ સફારી પાર્કનો પ્રારંભ, પ્રવાસીઓએ કર્યા પ્રથમ દિવસે સિંહ દર્શન
કેબિનેટ પ્રધાન પ્રદિપ પરમારે પ્રદર્શનીનું કર્યું ઉદ્ઘાટન
આણંદની 2 કલાકાર બહેનો રંજનબેન અને રાધાબેને પોતાની માતાને ચિત્રો અને કવિતામાં અમર બનાવી દેવા સતત એક વર્ષની સાધના કરી છે. તે બંને કળાની અભ્યાસુ છે. તેમને એક અસાધ્ય રોગમાં પોતાની માતાને ગુમાવી હતી. તો અમદાવાદમાં રવિશંકર રાવળ કલાભવન ખાતે તેમના ચિત્ર પ્રદર્શનનું આયોજન યોજાયું છે, જે એક અઠવાડિયા સુધી ચાલશે. આ પ્રદર્શનીનું ઉદ્ઘાટન રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા તેમ જ કેબિનેટ પ્રધાન પ્રદિપ પરમારે કર્યું હતું. તેમના હસ્તે 'ફિર વો હી મા મિલે' આ પુસ્તકનું વિમોચન પણ થયું હતું.
રાધાના પુસ્તકનું હાર્દઃ
મર કે ભી માઁ કો જિંદા રખા મૈને,
કાગજ પે કવિતા કા રૂપ દિયા મૈંને