ETV Bharat / city

અમદાવાદ: ગુજસીટોક એક્ટ હેઠળ સુલતાનખાન પઠાણ ગેંગ વિરુદ્ધ ગુનો નોંધાયો - ક્રાઈમ

અમદાવાદ શહેરમાં ગુજસીટોક હેઠળ વધુ એક ગુનો નોંધાયો છે. આ ગુનો વેજલપુરના કુખ્યાત સુલતાનખાન પઠાણ અને તેની ગેંગની વિરુદ્ધમાં નોંધાયો છે. હાલ કુલ 11 આરોપીઓ વિરુદ્ધમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ: ગુજસીટોક એક્ટ હેઠળ સુલતાનખાન પઠાણ ગેંગ વિરુદ્ધ ગુનો નોંધાયો

author img

By

Published : Oct 9, 2020, 7:19 PM IST

અમદાવાદઃ અમદાવાદ શહેરના વેજલપુર, સરખેજ તથા અસલાલીમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની મિલકત બળજબરીથી પડાવી લેવી, સરકારી જમીન પચાવી પાડવી, ખૂનની કોશિશ, આર્મ્સ એક્ટ, પ્રોટેક્શન માટે નાણાં વસૂલવા તેમ જ દારૂ-જુગાર અને નાણાકીય લાભ મેળવવા માટે વીજચોરી જેવા અનેક ગુનાઓ તેમ જ પુરાવાઓના આધારે સુલતાનખાન પઠાણ અને અન્ય સાગરિત ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

વેજલપુરના કુખ્યાત સુલતાનખાન પઠાણ અને તેની ગેંગની વિરુદ્ધમાં નોંધાયો ગુનો

વેજલપુર પોલીસ સ્ટેશનના પીઆઇ એલ.ડી. ઓડેદરા ફરિયાદી બન્યાં છે અને સુલતાનખાન પઠાણ સહિત કુલ 11 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.. આ ગેંગ વિરુદ્ધ કુલ 70 જેટલા ગુના નોંધાયેલાં હોવાથી તમામ વિરુદ્ધ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એકઠા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
કુલ 11 આરોપીઓ વિરુદ્ધમાં ગુજસીટોક ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી
હાલ પોલીસે દ્વારા આ ગુનાના 5 આરોપીની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે મુખ્ય આરોપી સુલતાનખાન પઠાણ સહિત 3 આરોપીઓ પાસા હેઠળ અલગ અલગ જેલમાં સજા ભોગવી રહ્યાં છે. જેમનો કબજો મેળવવામાં આવશે.આ ગેંગના હજુ 3 આરોપીની ધરપકડ કરવામાં આવશે અને આ પ્રકારની અન્ય ગેંગના વિરુદ્ધમાં પણ પોલીસે દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.