ETV Bharat / city

ન્યાય ભલે મોડો મળ્યો પણ ભગવાનમાં શ્રદ્ધા હતી એટલે મન વિચલિત ન થયુંઃ તરુણ બારોટ

author img

By

Published : Apr 2, 2021, 8:17 PM IST

Updated : Apr 3, 2021, 10:56 AM IST

ઈશરત જહાં કેસમાં CBI કોર્ટે નિર્દોષ જાહેર કરેલા ત્રણ પોલીસ અધિકારીઓમાંથી એક એટલે તરુણ બારોટ, આ નામ એક સમયમાં ક્રાઇમ બ્રાન્ચમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતું રહી ચુક્યું છે. તરુણ બારોટને ઇશરત જહાં કેસમાં વર્ષ 2012થી 15 સુધી સજા થઈ હતી, જોકે, કેસ સતત 12 વર્ષ સુધી ચાલ્યો હતો. ત્યારે તરૂણ બારોટે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી.

tarun barot
tarun barot
  • એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે તરુણ બારોટનું નામ જાણીતું છે
  • ઈશરત જહાં કેસમાં તરુણ બારોટને થઈ હતી સજા
  • 12 વર્ષ બાદ CBI કોર્ટે જાહેર કર્યા નિર્દોષ

અમદાવાદઃ ઈશરત જહાં કેસમાં CBI કોર્ટે નિર્દોષ જાહેર કરેલા ત્રણ પોલીસ અધિકારીઓમાંથી એક એટલે તરુણ બારોટ, આ નામ એક સમયમાં ક્રાઇમ બ્રાન્ચમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતું રહી ચુક્યું છે. લતિફ એન્કાઉન્ટર, શાહપુરનો કુખ્યાત અબ્દુલ વાહિબ હોય કે પછી ગાંજાનું મોટુ રેકેટ હોય, પોતાની આગવી કામગીરીથી અમદાવાદની ભૂમિને ત્રાસ મુક્ત કરવાની કામગીરી કરી હતી, પરંતુ બીજી તરફ ઈશરત જહાંના કેસમાં તેમને ન્યાય મેળવવામાં 12 વર્ષનો વિલંબ પણ સહન કરવો પડ્યો છે. પરંતુ ભગવાનની ભક્તિ ઉપર અનેરી આસ્થા રાખનારા તરુણ બારોટ હવે નિવૃત થયા બાદ સમાજના કામો કરવામાં પોતાનો સમય વિતાવે છે. તેમણે 12 વર્ષે મળેલા ન્યાયને પણ ભગવાનની જ કૃપા ગણાવી છે.

તરુણ બારોટ
તરુણ બારોટ

આ પણ વાંચોઃ ઈશરત જહાં કેસ: તરૂણ બારોટ સહિત 4 આરોપીઓએ CBI કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી દાખલ કરી

12 વર્ષે ન્યાય મળ્યો

તરુણ બારોટને ઇશરત જહાં કેસમાં વર્ષ 2012થી 2015 સુધી સજા થઈ હતી. જોકે, તેનો કેસ સતત 12 વર્ષ સુધી ચાલ્યો હતો, ત્યારે હાલ CBI કોર્ટે તેમને નિર્દોષ જાહેર કરતા તેમનું કહેવું છે કે, રાષ્ટ્રહિતમાં કરેલા કર્તવ્ય માટે તેમણે 12 વર્ષ સહન કરવું પડ્યું પણ આજે ન્યાય મળ્યો છે. મારો કૃષ્ણ મારી સાથે છે.

અમદાવાદમાં શાંતિ ક્રાઇમ બ્રાન્ચના કારણે આવી

નિવૃત સહાયક પોલીસ અધિક્ષક તરુણ બારોટે પોતાના ભુતકાળના કામોથી અમદાવાદ ઉપર થયેલી અસર મુદ્દે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં એ સમયે થતા ન્યુશન્શને દુર કરવા માટે ક્રાઇમ બ્રાન્ચે મહત્વની કામગીરી કરી હતી. અમદાવાદમાં શાંતિ ક્રાઇમ બ્રાન્ચના કારણે આવી છે.

તરુણ બારોટ
તરુણ બારોટ

આ પણ વાંચોઃ ઈશરત જહાં કેસ: આરોપીઓ વિરૂધ કેસ ડ્રોપ કરવા મુદે CBI કોર્ટ ચુકાદો આપશે

તરુણ બારોટની નિવૃતિ ઇશરત જહાં કેસમાં ત્રણ વર્ષની સજાના સમયે થઈ

મહત્વનું છે કે, તરૂણ બારોટને વર્ષ 2012થી 2015 સુધી ત્રણ વર્ષની જેલની સજા થઈ હતી અને એ જ સમયે તેઓ નિવૃત થયા હતા. વળી લતિફ એન્કાઉન્ટર કેસમાં પોતાની સક્રિય ભુમિકા ભજવી ચુકેલા તરુણ બારોટને ફરીથી એ જ લતિફ ઉપર બનેલી ફિલ્મ રઈશમાં ફરી તપાસની જવાબદારી મળી છે, તે સમયે ફિલ્મ પ્રમોશન માટે આવેલા શાહરુખ ખાનના વડોદરા આગમન સમયે એક વ્યક્તિનું મૃત્યું થતા તે કેસની જવાબદારી ફરીવાર તેમને જ મળી હતી.

આ પણ વાંચોઃ ઈશરત જહાં કેસ : CBI કોર્ટે કેસ ડ્રોપ વિરૂદ્ધ ઈશરતની માતાની વાંધાઅરજી માન્ય કરી

ભગવાન જો ઇચ્છે તો થાય નહિતર હું કઇ રીતે નક્કી કરી શકુંઃ તરુણ બારોટ

નિવૃત પોલિસ અધિકારીની કામગીરી જોઈ અમદાવાદ ભાજપમાંથી ધણા કાર્યકર્તાઓ, પ્રમુખોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લૈખિતમાં ગત લોકસભાની ટિકિટ આપવા માટેની અપિલ કરી હતી. એવામાં તરુણ બારોટને રાજકારણમાં જવામાં કેટલો રસ અને શું તેઓ રાજકારણમાં જવા માંગે છે તેવો પ્રશ્ન કરતા તેમણે જણાવ્યું હતું કે, ભગવાન જો ઇચ્છે તો થાય નહિતર હું કઇ રીતે નક્કી કરી શકું.

Last Updated : Apr 3, 2021, 10:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.