- સોમવારે 7 જૂનથી AMTSની 50 બસ કાર્યરત
- 50 પ્રવાસીઓને બસમાં બેસાડવામાં આવશે
- નિયમોનું પાલન ન કરનારા સ્ટાફને દંડ
અમદાવાદ : કોરોનાની બીજી લહેર બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ 7 જૂનથી શહેરમાં AMTSની બસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. મહત્વનું છે કે, કોરોના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા મનપાએ આ નિર્ણય લીધો હતો. જોકે હાલ માત્ર 50 ટકા બસો જ કાર્યરત કરવામાં આવશે અને સવારે 6 વાગેથી સાંજે 8 વાગે સુધી અમદાવાદીઓ બસમાં પ્રવાસ કરી શકશે.
આ પણ વાંચો : અનલૉકમાં AMTS અને BRTSને આર્થિક ફટકો, રૂપિયા 300 કરોડથી વધુની ખોટ
કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું પડશે
મહત્વનું છે કે, હાલ AMTS બસમાં માત્ર 50 ટકા પ્રવાસીઓને જ બેસાડવામાં આવશે. કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વધુમાં AMTS બસ કમિટીના ચેરમેન વલ્લભભાઈ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, દરેક વર્કશોપ, ડેપો અને ટર્મિનસ ઉપર કોરોના નિર્દેશોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તે મુદ્દે તપાસ કરવામાં આવશે. તેમજ દરેક વ્યક્તિએ માસ્ક પહેરવું ફરજિયાત છે. કોઇપણ કર્મચારી જો થૂંકતા કે માસ્ક વગર પકડાશે તો તેમને 200 રૂપિયાનો દંડ કરવામાં આવશે.