અમદાવાદઃ કેન્દ્રિય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ 30 એપ્રિલે ગુજરાતના પ્રવાસે (Amit Shah Gujarat Visit) આવશે. તેઓ ગાંધીનગર અને પંચમહાલના કાર્યક્રમોમાં હાજરી આપશે. ગાંધીનગરમાં કેન્દ્રિય વિશ્વ વિદ્યાલયના પદવીદાન સમરોહમાં હાજર રહેશે. જ્યારે પંચમહાલમાં ડેરી અને PDC બેન્કના કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત રહેશે.
ભાજપના દિગ્ગજ નેતાઓની ગુજરાત મુલાકાતમાં વધારો - ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક આવી રહી છે. ત્યારે ભાજપે પોતાની સંપૂર્ણ શક્તિ લગાવી દીધી હોય તેવું લાગી રહ્યું છે. ભાજપના ટોચના નેતાના ગુજરાત પ્રવાસ એટલી હદે વધી ગયા છે કે, સપ્તાહના મોટા ભાગના દિવસોમાં કોઈને કોઈ મોટા નેતા ગુજરાતમાં હોય જ છે. વડાપ્રધાન મોદીનો ત્રણ દિવસનો કાર્યક્રમ (PM Modi Gujarat Visit) પૂર્ણ થતાં જ ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતમાં આવ્યા હતા. તેમનો ત્રણ દિવસનો કાર્યક્રમ પૂરો થતાં જ હવે જે.પી. નડ્ડા ગુજરાતમાં આવશે. જ્યારે આજે વધુ એક નેતા ગુજરાતમાં આવવાનો હોવાની (Veteran BJP leaders in Gujarat) વાત જણાવા મળી છે.
ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ - ત્યારે ગુજરાતના રાજકારણમાં અત્યારે ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલનો પણ ભાજપ તરફી ઝૂકાવ અને કોંગ્રેસ તરફ નારાજગી જોવા મળી રહી છે. આથી ટૂંક સમયમાં તે ભાજપ સાથે જોડેશે તેવી અટકળો શરૂ થઈ ગઈ છે. ત્યારે આ સંદર્ભમાં પણ અમિત શાહનો ગુજરાત પ્રવાસ (Amit Shah Gujarat Visit) મહત્ત્વનો જણાઈ રહ્યો છે.