અમદાવાદઃ વર્ષ 2010માં સામાજિક કાર્યકર્તા અને RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા (Amit Jethwa Murder Case) કરવામાં આવી હતી. આ હત્યા કેસના આરોપી અને ભૂતપૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. આરોપીની સજા સામેની અરજી મામલે ગુજરાત હાઈકોર્ટમાં (Amit Jethwa Murder Case in Gujarat HC) સુનાવણી ચાલી રહી છે. જ્યારે હવે વધુ સુનાવણી 17 ઓગસ્ટે કરવામાં આવશે. અત્યારે આરોપી દિનુ બોઘા સોલંકી જામીન પર મુક્ત છે. બીજી તરફ CBIએ તેનું સોગંદનામું રજૂ કરી આરોપીની અરજીનો વિરોધ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે આપ્યો હતો આદેશ - આ કેસ મામલે અરજદારના વકીલની રજૂઆત હતી કે, તેમની અપીલ પરની સુનાવણી ઝડપથી રાખવામાં આવે. કારણ કે, ભૂતકાળમાં પણ સુપ્રીમ કોર્ટે આદેશ (Supreme Court on Amit Jethwa Murder Case) કર્યો છે કે, ડિસેમ્બર 2022 સુધીમાં હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી પૂરી કરવામાં આવે અને કાયદા મુજબ યોગ્ય નિર્ણય લેવામાં આવે. બીજી બાજુ અમિત જેઠવાના વકીલની રજૂઆત હતી કે, તેઓ આ અરજી અને આરોપી દિનુ બોઘા સોલંકીને (Accused and former MP Dinu Bogha Solanki)જામીન મળ્યા છે તેનો વિરોધ કરી રહ્યા છે.
આ પણ વાંચો- ચોરી પે સીના જોરી : HCના આદેશને પણ અવગણીને APMC કરી રહી છે બાંધકામ, PILમાં થયા ખુલાસા
HCએ કરી ટકોર - આ સમગ્ર મામલે સુનાવણી સાંભળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટે આરોપી દિનુ બોઘા સોલંકીના વકીલને ટકોર કરતા કહ્યું હતું કે, અન્ય એક બીજા કેસમાં પણ સુપ્રીમ કોર્ટે જુલાઈ સુધીમાં સુનાવણી પૂર્ણ કરવા નિર્દેશ (Supreme Court on Amit Jethwa Murder Case) આપ્યો છે. આથી હવે આ બાબતને લઈને બીજા કેસોને પણ પ્રાધાન્યતા આપવી જરૂરી બને છે. મહત્વનું છે કે, ભૂતપૂર્વ સાંસદ અને અમિત જેઠવા મર્ડર કેસના (Amit Jethwa Murder Case) આરોપી દિનુ બોઘા સોલંકીની સજા સામેની સુનાવણી 17 ઓગસ્ટે હાથ ધરાશે.
આ પણ વાંચો- Ahmedabad Kidnapping Case : ગુજરાત હાઈકોર્ટે વાડજ પોલીસની કાઢી ઝાટકણી, શું હતું કારણ, જાણો
શું હતો અમિત જેઠવા મર્ડર કેસ? - અમિત જેઠવા (Amit Jethwa Murder Case) એક પર્યાવરણવિદ્ અને સામાજિક કાર્યકર્તા હતા. 20 જુલાઈ 2010ના રોજ મોટરસાઈકલ પર સવાર 2 હુમલાખોરોએ તેમની ગોળી મારી હત્યા કરી હતી. નવેમ્બર 2013માં CBIએ હત્યાના આદેશ આપ્યા હોવાના સંબંધમાં આરોપી દિનુ બોઘા સોલંકીની ધરપકડ કરી હતી. 11 જુલાઈ 2019એ આરોપી દિનુ બોઘા સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકીને હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ કેસમાં CBIની ખાસ સદાલતે આરોપી અને પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી, શિવા સોલંકી અને બહાદુરસિંહ વાઢેર સહિતના દોષિતોને સજા ફટકારેલી છે. તેની સામે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ પડતર છે. જોકે, આરોપી દિનેશ બોઘા સોલંકી હાલ જામીન પર મુક્ત છે. જ્યારે તમામ બાકીના દોષિતો જેલમાં છે.