ETV Bharat / city

વિશ્વમાં વધતા સાયબર ક્રાઇમ વચ્ચે ગુજરાતના એક IPS અધિકારીનું FB એકાઉન્ટ થયું હેક - અમદાવાદના તાજા સમાચાર

વિશ્વમાં સાયબર ક્રાઈમના ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. થોડા સમય અગાઉ વિશ્વની કેટલીક નામાંકીત હસ્તીઓના ટ્વીટર એકાઉન્ટ હેક થવાની ઘટના બની હતી, ત્યારે ગુજરાત રાજ્યમાં સાયબર ક્રાઈમ અટકાવવા સાયબર પોલીસ પોલીસ સ્ટેશન અને સૌથી મોટો પ્રોજેક્ટ સાયબર આશ્વાસ પણ ઉભો કરવામાં આવ્યા છે, પરંતુ આજે એટલે કે બુધવારે ગુજરાત IPS અધિકારીનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હોવાની માહિતી મળતા હડકંપ મચ્યો છે.

ETV BHARAT
વિશ્વમાં વધતા સાયબર ક્રાઇમ વચ્ચે ગુજરાતના એક IPS અધિકારીનું FB એકાઉન્ટ થયું હેક
author img

By

Published : Oct 8, 2020, 2:24 AM IST

Updated : Oct 8, 2020, 4:58 AM IST

અમદાવાદઃ વિશ્વમાં સાયબર ક્રાઈમના ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. થોડા સમય અગાઉ વિશ્વની કેટલીક નામાંકીત હસ્તીઓના ટ્વીટર એકાઉન્ટ હેક થવાની ઘટના બની હતી, ત્યારે ગુજરાત રાજ્યમાં સાયબર ક્રાઈમ અટકાવવા સાયબર પોલીસ પોલીસ સ્ટેશન અને સૌથી મોટો પ્રોજેક્ટ સાયબર આશ્વાસ પણ ઉભો કરવામાં આવ્યા છે, પરંતુ આજે એટલે કે બુધવારે ગુજરાત IPS અધિકારીનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હોવાની માહિતી મળતા હડકંપ મચ્યો છે.

ETV BHARAT
વિપુલ અગ્રવાલ

ગુજરાત કેડરના શાત અધિકારી ડૉ.વિપુલ અગ્રવાલનું ફેસબુક એકાઉન્ટ હેક થયું છે. આ સમગ્ર ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે આપોઆપ તેમના ફેક આઈડીમાંથી તેમના મિત્રોને અને અન્ય કેટલાક પરિવારના સભ્યોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મળવા લાગી હતી. જો કે, ગુજરાત કેડરના શાત અધિકારી ડૉ.વિપુલ અગ્રવાલ હાલ દિલ્હીમાં ડેપ્યૂટેશન પર છે. તેઓ અમદાવાદ JCP એડમિન તરીકે સેવા આપી ચૂક્યા છે.

રોજના 10,000 કરોડ મેસજનું આદાન પ્રદાન, 100 કરોડ સ્ટોરીઝને શેર કરનારા પ્લેટફોર્મ અને આ સાથે જ 265 કરોડ એક્ટિવ યૂઝર ધરાવતી વર્લ્ડની નંબર એક સોશિયલ મીડિયા કંપની ફેસબુક પર ગત કેટલાય સમયથી સાઈબર હુમલા વધી રહ્યા છે. જેમાં ખાસ કરીને એકાઉન્ટ હેક કરવું સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. ફેસબુકના માધ્યમથી પાસવર્ડ પણ ચોરવાનો પ્રયાસ થાય છે. ત્યારબાદ એકાઉન્ટ રિલીઝ કરાવવા માટે પણ ખંડણી માંગવામાં આવે છે.

ETV BHARAT
વિપુલ અગ્રવાલનું ટ્વીટ

IPS વિપુલ અગ્રવાલે ટ્વીટ કરીને ફેસબુક હેક થયા હોવાની માહિતી આપી છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, મારા તરફતી મળતી ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરશો નહીં. હું હાલ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી રહ્યો છું.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં ફેસબુક યૂઝર્સની સંખ્યા 29 કરોડની આસપાસ છે. જે આખી દુનિયામાં સૌથી વધુ છે અને સતત વધી રહી છે. જેથી સાઈબર અપરાધીઓ લોકોને છેતરવા માટે સતત નવા હથકંડા અજમાવે છે. આ સાથે જ આ તેમની એક ચોક્કસ પ્રકારની મોડસ ઓપરન્ડી પણ કહી શકાય કે, જે બાજુ સૌથી વધુ માણસો જોવા મળે ત્યાં તેમના દ્વારા સાઈબર હુમલા વધી જાય છે.

Last Updated : Oct 8, 2020, 4:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.