ETV Bharat / city

'કેમ છો ટ્રમ્પ': મોદી-ટ્રમ્પના રોડ-શો માટે 4 કરોડના ખર્ચે ગ્રીન સ્પેસ તૈયાર - american president trump

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે, અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમના ઉદઘાટન માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી અમદાવાદના મહેમાન બનવાના છે, ત્યારે તેમના રોડ-શો રૂટ પર 1 લાખ જેટલા છોડ અને વૃક્ષો વાવી ગ્રીન સ્પેસ વિકસાવવામાં આવી રહ્યું છે. એરપોર્ટ-ગાંધી આશ્રમથી મોટેરા સુધીના લગભગ 30 કિલોમીટરના માર્ગ પર છોડ વાવી ગ્રીન સ્પેસ વિકસાઈ રહ્યું છે.

મોદી-ટ્રમ્પના રોડ-શો માટે 4 કરોડના ખર્ચે ગ્રીન સ્પેસ તૈયાર

author img

By

Published : Feb 15, 2020, 3:57 PM IST

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 30 કિલોમીટર લાંબા રોડ શો રૂટ પર અલગ-અલગ પ્રકારના આશરે 1 લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવશે. લગભગ 4 કરોડ રૂપિયાના ખર્ચે ગ્રીન સ્પેસ તૈયાર કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં મોદી અને ટ્રમ્પ 24મી ફેબ્રુઆરીના રોજ જ્યારે ગાંધી આશ્રમ અને મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાત લેશે, ત્યારે માર્ગ પર ધૂળ કે, પથ્થર ન દેખાય તેના માટે કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા રોડની સફાઈ કામગીરી અને ડ્રેનેજ સિસ્ટમ પર કામ કરવામાં આવી રહ્યું છે.

મોદી-ટ્રમ્પના રોડ-શો માટે કરોડના ખર્ચે ગ્રીન સ્પેસ તૈયાર
નોંધનીય છે કે, 24મી અને 25મી ફેબ્રુઆરીના રોજ એટલે કે, બે દિવસ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે છે. ત્યારે 24મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદ અને 25મી ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં હાજરી આપશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.